ચારેક દિવસ અગાઉ દુકાનમાંથી રોકડની ઉઠાંતરી કરી હતી, ત્રણેય મહીલાઓ સામે કાયદેસરની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલામાં દુકાનદારની નજર ચૂકવી ટેબલના ખાનામાંથી ચોરી કરતી મહિલા ત્રિપુટીને પોલીસે ઝડપી પાડી છે.ચારેક દિવસ અગાઉ દુકાનમાંથી રોકડની ઉઠાંતરી કરી હતી.ગીરસોમનાથ એલસીબીએ બાતમી આધારે 3 મહિલાઓ સોનલબેન રાજેશભાઈ ઉકાભાઈ વાઘેલા, રસીલાબેન ઉમેશભાઈ ગોગનભાઈ સોલંકી, લલીતાબેન સાગરભાઇ ભીમાભાઈ પરમાર ત્રણેય રહે.વંથલી બાયપાસ ચોકડી ટાવર પાસે જી.જુનાગઢને તાલાલા મીલ ગ્રાઉન્ડ પાસે આવતા તેઓની પાસે રહેલ રોકડ રકમ બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી વધુ પુછપરછ કરતા આ રોકડ રકમ તેઓએ આજથી આશરે ચાર દિવસ પહેલા તાલાલા ગુદરણ ચોક પાસે આવેલ એકટોબેકોની દુકાનમાથી દુકાનદારની નજર ચુકવી તેમના ગલ્લામાથી ચોરી કરેલનું જણાવેલ. જેથી આ ત્રણેય મહીલાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.જેમાં સોનલબેન વિરુદ્ધ અગાઉ ચારગુન્હા પોલીસ ચોપડે નોંધાયેલ છે.