રાત્રીના અંધારામાં આવતો વિસ્ફોટક જથ્થો ક્યારેક મોટી દુર્ઘટના સર્જે તેવા એંધાણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
સુરેન્દ્રનગર જિલ્લાની ધરતી ખનીજનો ભરપૂર ભંડાર સાચવી રાખે છે પરંતુ ખનીજનો ભંડાર માનવામાં આવતો જિલ્લો હવે આવતા દિવસોમાં ખાલીખમ થઈ જશે કારણ કે અહી ખનિજ માફીયાઓ દિવસ રાત ખનીજની ચોરી કરી રહ્યા છે. ખાસ કરીને જિલ્લાના થાનગઢ અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં નીકળતો કાળું સોનુ માફક કોલસાની માંગ ખુબ જ છે જેને ખનિજ માફીયાઓ ગેરકાયદેસર ખાણ પણ કરી રહ્યા છે જમીનમાં 200થી 250 ઉંડાણ અંતર સુધી ખોદી પેટાળમાંથી ખાળવામાં આવતો કોલસો જ્વલનશીલ હોવાથી મોટા કારખાનાની ભઠ્ઠીઓ આ કોલસાનો ઉપયોગ થાય છે. પરંતુ આ કોલસાને કાઢવા માટે ઉપયોગ કરવામાં આવતો વિસ્ફોટક જથ્થો કોલસા કરતા પણ વધુ ઘાતક છે. સામાન્ય રીતે વિસ્ફોટક જથ્થો ખરીદવા અને વેચાણ કરવા માટે સરકારી મંજૂરી જરૂરી છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી જેવા વિસ્તારોમાં તો સરકાર કે સરકારી તંત્ર બધુ જ અહીંના ખનિજ માફીયાઓ છે. જેથી અહી કાયદેસર કરતા વધુ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે. જમીનના પેટાળમાંથી કાઢવામાં આવતા કોલસા સુધી પહોંચવા પહેલા પથ્થરનો ભાગ આવે છે જમીનમાં રહેલા આ પથ્થરને તોડવા માટે ખનિજ માફીયાઓ વિસ્ફોટક જથ્થાનો ઉપયોગ કરે છે જે તદ્દન ગેરકાયદેસર હોય છે. જોજે આ ગેરકાયદેસર વિસ્ફોટક જથ્થો ક્યાંથી આવે છે અને કઈ રીતે આવે છે તેની જાણ તમામ લોકોને છે છતાં પણ આ પ્રકારનો વિસ્ફોટક જથ્થો વાંકાનેર ખાતેથી રોડ માર્ગે દર એકાદ અઠવાડિયાના મધ્ય રાત્રે અહીં ઠલવાય છે. કહેવાય છે કે આ વિસ્ફોટક જથ્થો થાનગઢ અને મૂળીની ગેરકાયદેસર ખાણ સુધી પહોચાડવા માટે મોટો તગડો વહીવટ પણ કરવામાં આવે છે. જેથી આરામથી વિસ્ફોટક જથ્થો સહી સલામત સ્થળ પર પહોંચી જાય પરંતુ આ બાબત ખૂબ જ ગંભીર કહી શકાય કારણ કે આ વિસ્ફોટક જથ્થો કોઈપણ સમયે સામાન્ય ચૂક થતા જ આખેઆખા ગામને સ્મશાનઘાટમાં ફેરવી શકે છે. પરંતુ અહીં ખનિજ માફિયાઓની સાથે તંત્ર પણ પોતાના સ્વાર્થ ખાતર ચાલતો ગેરકાયદેસર ધંધો ચલાવવા દેવામાં વધુ રસ ધરાવે છે.
- Advertisement -
વિસ્ફોટકના લીધે ગ્રામજનો અને ખેડૂતો પરેશાન
થાનગઢ અને મૂળી પંથકમાં કોલસાની ખાણોમાં થતા વિસ્ફોટક થકી ભડાકાને લીધે આસપાસ રહેતા ગ્રામજનોના મકાનોમાં તિરાડો પડી જાય છે અને ખેડૂતોના બોરમાં પાણીના તળ પણ ઊંડા ચાલ્યા જાય છે.
દર ત્રણ મિનિટ થતો વિસ્ફોટ તંત્રના બહેરા કાને સંભળાતો નથી ?
- Advertisement -
થાનગઢ અને મૂળી પંથકમાં કોલસાની કાઢવા માટે કરવામાં આવતા વિસ્ફોટ દર ત્રણ મિનિટ છેલા પાંચથી સાત કિલોમીટર સુધીના અંતર સુધી સંભળાય છે પરંતુ આ અવાજ તંત્રના બહેરા કાન સુધી પહોંચતો નથી.
“ખાસ – ખબર” દ્વારા તપાસ કરતા કેટલીક સ્ફોટક વિગતો સામે આવી
“ખાસ – ખબર” દ્વારા તપાસના કરતા કેટલીક સ્ફોટક વિગતો સામે આવી હતી જેમાં વિસ્ફોટક જથ્થો મોરબી જિલ્લાના વાંકાનેર ખાતેથી હોવાના માર્ગે ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું પરંતુ માત્ર એકાદ – બે કેસને બાદ કરતા હજુ સુધી વિસ્ફોટક જથ્થો ઘુસાડનાર મુખ્ય ઇશમ સુધી તંત્ર પહોંચવામાં પાંગળું સાબિત થયું છે.



