સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસિએશન દ્વારા આયોજિત
વિવિધ 25થી વધુ પ્રજાતિના 500થી વધુ શ્ર્વાનો લોકોને જોવા મળશે
- Advertisement -
ડોગ શોમાં શ્ર્વાન માલિકોને સારવાર, સારસંભાળ જેવી માહિતી તેમજ વિવિધ ડોગ ફૂડ અને મેડિસિન બાબતે પણ માર્ગદર્શન અપાશે
ડોગ શૉમાં 1 કિલોથી લઇને 100 કિલો સુધીના શ્ર્વાન દેખાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસિએશન દ્વારા 5મી જાન્યુઆરી રવિવારે બપોરે 3થી રાત્રિના 10 સુધી શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય ડોગ-શોનું આયોજન કરવામાં આવેલ છે. આ ડોગ-શોમાં 25થી વધુ પ્રજાતિના 500થી વધુ શ્ર્વાનો સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ ખાતે ભાગ લેવા આવવાના છે. જેમાં 1 કિલોથી લઇને 100 કિલો સુધીના શ્ર્વાન જોવા મળશે. આ શોમાં નિર્ણાયક તરીકે રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો હાજર રહેશે તેમજ ડોગ સંભાળ અને ટ્રીટમેન્ટ વિશે શ્ર્વાન માલીકોને જાણકારી મળશે.
છેલ્લા દોઢ દાયકાથી રાજકોટમાં શ્ર્વાન પાળવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે હાલમાં 15 હજારથી વધુ ડોગલવર્સ શ્ર્વાનો પાળી રહ્યા છે. આ શોમાં પોમેરિયન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, ડોબરમેન, ગોલ્ડન રીટરીવર, સેનબર્નાડ, બિગલ, હસ્કી, સિટઝુ, ચાંવચાવ, ચિવાવા જેવા વિવિધ શ્ર્વાનો ભાગ લેવાના છે. શ્ર્વાનમાલીકોને સારવાર, સારસંભાળ જેવી માહિતી પણ આપવામાં આવશે. આ શોમાં વિવિધ ડોગ ફૂડ અને મેડિસીન બાબતે પણ માર્ગદર્શન અપાશે. ડોગ-શોમાં ભાગ લેવા માટે નજીકના રજિસ્ટર્ડ પેટ-શોપ ખાતે ડોગનું રજિસ્ટ્રેશન કરાવી લેવું. વિશેષ વિગત માટે સંસ્થાના પ્રમુખ ભુવનેશ પંડ્યા મો. 9825440045 પર સંપર્ક કરવા જણાવાયું છે.
આ ડોગ-શોમાં પરિવારજનો સાથે પધારવા અનુરોધ કરવામાં આવે છે. સમગ્ર આયોજનમાં ભુવનેશભાઈ પંડ્યા, રણજીતભાઈ ડોડીયા, આશિષભાઈ ધામેચા, નાસીરભાઈ સૈયદ, અલીભાઈ સૈયદ, કેતનભાઈ મકવાણા, પ્રદ્યુમનભાઈ આહીર, અબ્બાસભાઈ ઝરીવાલા, સુનીલભાઈ ચૌહાણ, અરૂણભાઈ દવે તેમજ ઈન્દુભા રાઓલ તેમજ પેટશોપ એસોસિએશનના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.



