ખાસ-ખબર ન્યૂઝ રાતડી
પોરબંદર જિલ્લાના રાતડી ગામના જંગલ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ.ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન રાણાવાવ રેન્જની વિસાવાડા રાઉન્ડના કાંટેલા બીટ વિસ્તારમાં દરોડો પાડી, શખ્સ પુંજા લાખા કેશવાલાને રંગેહાથ ઝડપી લીધો હતો.
- Advertisement -
પ્રાપ્ત માહિતી મુજબ, પુંજા લાખા કેશવાલા ગેરકાયદે રીતે જંગલ વિસ્તારમાં પ્રવેશ કરી બેલા પથ્થરનું ખનન કરી રહ્યો હતો. વન વિભાગે તેની સામે ભારતીય વન અધિનિયમ 1927 ની જોગવાઈઓ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન 2 લાખ રૂપિયાના બેલા પથ્થર કાપવાના સાધનો, ચકરડી અને મોટર જેવા યંત્રો કબ્જે કરવામાં આવ્યા હતા. વિશેષ તો એ છે કે, થોડા દિવસ અગાઉ જ ખાણખનીજ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ ચેકિંગ અભિયાન ચલાવાયું હતું, જેમાં 56 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. હવે વન વિભાગ પણ સક્રિય બની ગેરકાયદે ખનન પર સતત નજર રાખી રહી છે. આ કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અને વન વિભાગના કડક પગલાંઓની ચર્ચા
દોરાઈ છે.