ધૂન ભજન અને ગામ તથા સેવક સમુદાયનું સમૂહ ભોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
વંથલી તાલુકાના ખોરાસા (આહીર)ગામે તિરૂપતિ બાલાજીનું 130 વર્ષ જૂનું મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે ચૈત્ર મહિના માં ભવ્ય રથયાત્રા સાથે સાત દિવસનો ઉત્સવ ઉજવવા માં આવે છે. આ મંદિરના અને મૂર્તિ પ્રતિષ્ઠા ના સ્થાપક વૈ. વા. પૂજ્ય રઘુનાથ સ્વામીજી ની 100 મી વાર્ષિક પુણ્યતિથિ આવતી તા. 5/1/25 રવિવારના રોજ આવી રહી છે. આ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે હાલના ગાદીપતિ શ્રી શ્યામનારાયણ સ્વામીજી, ટ્રસ્ટીગણ, સેવક સમુદાય સાથે ગ્રામજનો દ્વારા આયોજન થઇ રહ્યું છે. જેમાં આઠ દિવસ ધૂન ભજન અને તા. 5/1 રવિવારના રોજ સવારે 9.00 ગરુડ વાહનમાં ભગવાનની સવારી બપોરે 4.00 કલાકે ધ્વજારોહણ અને સાંજે 6.00 કલાકે સેવક સમુદાય સાથે ગામનું સમૂહ ભોજન જેવા કાર્યકમોનુ આયોજન થનાર છે. તિરૂપતિ ઉત્સવ સમિતિ દ્વારા આ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમનો લાભ લેવા સેવક સમુદાયને અનુરોધ કરાયો છે.



