જૂનાગઢ પોલીસે ગુજસીટોક કાયદાનું વધુ એકવાર શસ્ત્ર ઉગામ્યું
જૂનાગઢ, ગિર-સોમનાથ, રાજકોટ સહિતમાં ટોળકીનો ગુનાઇત ઇતિહાસ
- Advertisement -
ખૂન, ખૂનની કોશીષ, ખંડણી, લુંટ, અપહરણ, હથિયારધારા સહિતના ગુના આચર્યા
જૂનાગઢ જિલ્લામાં ચાર મહિનામાં 27 ઈસમો વિરૂઘ્ધ ગુજસીટોકના ગુના દાખલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ રેન્જ આઈજીપી નીલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાની સૂચના અનુસાર એલસીબી પીઆઇ જે.જે. પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા જિલ્લામાં ગંભીર ગુનાહ આચરાતી ટોળકી સામે ગુજસીટોકના કાયદા હેઠળ વધુ 9 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.અગાઉ ચાર ચાર મહિનામાં વંથલી તાલુકાના રવનીના 10 તેમજ જૂનાગઢના 16 અને 1 તાલાળાનો મળી કુલ 27 શખ્સો સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવતા અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમોમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢ એલસીબી પીઆઇ જે.પટેલ દ્વારા શહરેના રામદેવપરા વિસ્તારના 8 ઈસમો અને 1 તાલાળાના ઈસમ મળી કુલ 9 શખ્સો સામે ગુજસીટોકની દરખાસ્ત કરવામાં આવતા તમામ સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવતા અસામાજીતત્વોમાં ફફડાટ ફેલાયો છે.ઝડપાયેલ 9 શખ્સો સંગઠીત ગુના આચરતી ટોળકી છેલ્લા દસ વર્ષમાં જૂનાગઢ, ગીર-સોમનાથ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખુન, ખુનની કોશીષ, ખંડણી, લુંટ, અપહરણ, હથિયાર ધારા, ગંભીર ઇજા, ખાનગી મિલ્કતને નુકશાન, મારા-મારી, જાનથી મારી નાંખવાની ધમકી, પ્રોહીબીશન, જુગારધારા જેવા ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી ગુનાઓ આચરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવૃતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી ગુનાહ આચરતા હતા. જૂનાગઢ એલસીબી પોલીસે ગંભીર ગુનાહ આચરતી ટોળકી સામે ગુજસીટોક કાયદા હેઠળ 9 ઈસમો સામે કાર્યવાહી કરતા પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવા છે.જયારે અન્ય બે શખ્સો અન્ય ગુનાહમાં જેલ હવાલે છે જયારે અન્ય બે શખ્સોને ઝડપી લેવા વધુ તપાસ હાથધરી છે.જયારે જૂનાગઢ પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ગંભીર ગુનાહ આચરનાર ઈસમો સામે વધુ એકવાર કાર્યવાહી કરતા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
- Advertisement -
ગુજસીટોકના 9 આરોપી સામે કાર્યવાહી હાથ ધરાઇ
1) સલમાન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબભાઇ વિશળ રહે.રામદેવપરા, જૂાગઢ
2) નાઝીમ હબીબભાઇ સોઢા રહે.સાંગોદ્રા, તા.તાલાળા, જિ.જૂનાગઢ.
3) સલમાન ઉર્ફે નીજામ ઉર્ફે ભુરો દીનમહમદ બ્લોચ રહે.દોલતપરા નેમીનાથનગર જૂનાગઢ.
4) અજીત ઉર્ફે મંત્રી આમદ નારેજા રહે.રામદેવપરા જૂનાગઢ.
5) આમદ હુશેનભાઇ નારેજા રહે.રામદેવપરા, જુનાગઢ.
6) અમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઇ નારેજા રહે.રામદેવપરા જૂનાગઢ.
7) અસ્લમ ઉર્ફે છમીયો ઓસમાણ સીડા રહે.રામદેવપરા, જૂનાગઢ.
8) જસુબ ઉર્ફે કારીયો તૈયબ વિશળ રહે.દોલતપરા, જૂનાગઢ
9) સાજીદ ઉર્ફે બાડો તૈયબભાઇ વિશળ રહે.દોલતપરા જૂનાગઢ.



