માંગરોળના ઢેલાણા ગામ પાસે અકસ્માત સર્જાયો’તો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
માંગરોળ તાલુકાના ઢેલાણા ગામ પાસે વાહન અકસ્માતમાં સકરાણા ગામના સુજીતભાઈ મંગાભાઈ પરમારનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું. મૂળ સકરાણા ગામના અને માંગરોળની ગણેશ સોસાયટીમાં રહેતા સુજીતભાઈ ગુરુવારની રાત્રે 9 વાગ્યે જેજે 11 સીઇ 7427 નંબરના બાઈક પર બેસીને સકરાણા ગામે વાડીનું કામકાજ પૂર્ણ કરીને ઘરે જતા હતા તે દરમિયાન માંગરોળના ઢેલાણા ગામ પાસે ગાયત્રી આશ્રમ નજીક જીજે 11 બીસી 5545 નંબરના બાઈક ચાલકે સુજીતભાઈના બાઈકના ટક્કર લગાવતા ગંભીર ઇજા થવાથી 108 એમ્બ્યુલન્સના તબીબે તપાસી સુજીતભાઈને મૃત જાહેર કર્યા હતા.
- Advertisement -
બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે મૃતકના સાળા સિદ્ધાર્થ વજુભાઈ જાદવની ફરિયાદ લઈ માંગરોળ પોલીસે બાઈક ચાલક વિરૂૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.



