ચાપરડા ખાતે પણ વિસાવદર નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું ઉદ્ધઘાટન થયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક કચેરી અને વિસાવદર તાલુકાની નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું આજ રોજ જૂનાગઢ રેન્જ આઇજીપી નિલેશ જાંજડીયાના હસ્તે કચેરીનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
શહેરમાં આવેલ એસઓજી કચેરી ખાતે રેન્જ આઈજીપી હસ્તે ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું આ તકે દીપ પ્રાગટ્ય અને રીબીન કાપીને કચેરીને ખુલ્લી મુકવામાં આવી હતી આ કાર્યક્રમ પ્રસંગે પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા, ડીવાયએસપી નિકિતા શિરોયા સહીત પોલીસ અધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા એજ રીતે ચાપરડા ખાતે નવનિર્મિત નાયબ પોલીસ અધિક્ષક વિસાવદરની કચેરીનું રેન્જ આઈ.જી.પી. નિલેશ ઝાંઝડિયાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.



