ઓફિસ કોમી બનાવેલી નોટિસનો રેલો STPO સુધી આવવાની સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ શહેરના દાતાર રોડ પર જુલાઇ-2023માં બહુમાળી બિલ્ડીંગ ધરાશાયી થયુ હતુ જેમાં પિતા પુત્રો સહિત ચાર લોકોના મોત થયા હતા આ બનાવ બાદ મનપાના ટીપીઓ બિપીન ગામીતે બિલ્ડીંગના માલિક સામે ફરિયાદ નોંધાવી હતી. આ બિલ્ડીંગ જર્જરિત હોવા અંગે મનપાએ નોટિસ આપ્યાનો દાવો કર્યો હતો. જેમાં બિલ્ડીંગ માલિકની સહીત અને નંબર પણ લખેલા હતા પણ જેના નામની નોટિસ આપી હતી અને તેના નંબર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો એ વ્યક્તિ તુલસીદાસ વિરજીભાઇ પીઠડીયાનું તો 19-10-1976ના અવસાન થયુ હતુ.
- Advertisement -
તેના પરિવારે પણ કોઇ નોટિસ મળી હોવાનો ઇન્કાર કર્યો હતો. આ મામલે હાઇકોર્ટમાં પીટીશન થતા હાઇકોર્ટે પોલીસને તપાસ કરી કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. જેના અનુસંધાને પોલીસે વોર્ડ ઇજનેર હર્ષીત કમલેશ ભુવાની પુછપરછ કરી હતી એલવીએસ અને એસડીએસ ટેસ્ટ તેની સંમતીથી લેવામાં આવ્યો હતો. ટેસ્ટના અહેવાલ દરમિયાન નોટિસની માત્રઓફીસ કોપી ઉભી કરી હતી. બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ જે નોટિીસ આપવામાં ગોલમાલ કરવામાં આવી છે તેનો રેલો એસટીપીઓ સહિતના અધિકારીઓ સુધી પહોંચે એવી સંભાવના છે હાલ મનપાના અમુક અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે.



