ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
કચ્છ અમદાવાદ હાઈવેનું એપી સેન્ટર ગણાતા ધ્રાંગધ્રા હાઇવે પર ફરી એક વખત હોટલની આડમાં ચાલતા ડીઝલ ચોરી અને વેચાણ પર સ્થાનિક પોલીસે દરોડો કર્યો છે જેમાં ધ્રાંગધ્રા – માવલાં હાઇવે પર હરીપર બ્રિજ પાસે આવેલી દ્વારકાધીશ હોટેલની આડમાં ડીઝલની ગેરકાયદેસર વેચાણ થતું હોવાની માહિતી સ્થાનિક પોલીસ રમેશભાઈ કણઝરિયાને મળતા પીઆઇ ડી.ડી.ચાવડા, સાગરભાઈ ખાંભલા, કે.એચ.ઝાલા સહિતના સ્ટાફ દ્વારા દ્વારકાધીશ હોટેલ ખાતે દરોડો કર્યો હતો જે દરોડા દરમિયાન એક ઇકો કારમાં ગેરકાયદેસર રીતે ડીઝલ રાખી વેચાણ કરતો ઝકિરખાન નશિરખાન સિંધી રહે: રાજગઢ મૂળ: રાજસ્થાન વાળાને ઝડપી પાડી તેની પાસેથી જીજે 06 જે એમ 5142 નબર વાળીમાં 200 લીટર ડીઝલનો જથ્થો કિંમત 18,000/- રૂપિયા, ઇકો કાર કિંમત એક લાખ રૂપિયા એમ કુલ મળી 1.18 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ઈસમ વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો. જોકે આ હોટેલમાં ચાલતા ગોરખ ધંધાની જાણ ગાંધીનગરની મુખ્ય બ્રાન્ચને હોવાથી રડારમાં હોવાની ચર્ચા છે પરંતુ ગાંધીનગરની બ્રાન્ચ દરોડો કરે તે પૂર્વે જ સ્થાનિક પોલીસે હોટેલમાં ચાલતા ડીઝલ ચોરીના કારોબારનો પર્દાફાશ કરી દિધો છે.
ધ્રાંગધ્રા હાઇવે પર હોટેલમાંથી ડીઝલનો ગેરકાયદે જથ્થો ઝડપાયો



