મૃતક પડી જતા સિનિયરો રૂમમાં જઈ બારણાં બંધ કર્યા, સારવાર ન મળતાં મોત થયું
ખાસ-ખબર ન્યૂઝ પાટણ
- Advertisement -
શનિવારે (16મી નવેમ્બર) રાત્રે ધારપુર મેડિકલ કોલેજનો ફર્સ્ટ યરનો ખઇઇજનો વિદ્યાર્થી અચાનક બેભાન થયો હતો અને તેનું મોત થયું હતું. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતા તેનું મોત નીપજ્યું છે. અગાઉના દાયકાઓ પીટીસી કોલેજ ગેંગરેપ ઘટના બાદ હવે રેગિંગથી પાટણનું નામ ખરડાયું છે. ત્યારે મેડિકલ કોલેજના સિનિયર્સ દ્વારા જુનિયર ડોક્ટર્સનું રેગિંગ કરાતું હોવાનો આરોપ ભોગ બનનાર સ્ટુડન્ટ કરી રહ્યા છે. સિનિયરોએ શનિવારે રાત્રે જુનિયર વિદ્યાર્થીઓને મેડિકલ કોલેની હોસ્ટેલમાં બોલાવ્યા હતા અને ડાન્સ કરવા, ટી-શર્ટ વગેરે કાઢીને નાચવા માટે, દસ-દસ ગાળો બોલવા જેવી હરકતો કરવા દબાણ કર્યુ હતુ. મૃતક વિદ્યાર્થી એ સમયે ખૂબ ડરી ગયો હતો અને રાતે 8 વાગ્યાથી રાતના 11.30 વાગ્યા સુધી મૃતક વિદ્યાર્થી અને અન્ય જૂનિયર વિદ્યાર્થીઓને ઊભા જ રાખ્યા હતા.
મૃતક વિદ્યાર્થી ઊભો હતો અને અચાનક પીઠ બાજુએ પડી ગયો. ત્યારે એનું માથું દીવાલ સાથે અથડાયું હતું. આ ઘટના સિનિયરો સીધા તેમના રૂમમાં ઘૂસી ગયા અને બારણા બંધ કરી દીધા. જૂનિયરોએ તેમને બોલાવ્યા પણ બહાર આવ્યા જ નહીં, એ સમયે એક ઈન્ટર્ન ડોક્ટર જ હાજર હતો. એ સમયે મૃતક વિદ્યાર્થીને તાત્કાલિક કોઈ સારવાર મળી નહોતી.
એક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, સિનિયરોએ મૃતક વિદ્યાર્થીને અશ્ર્લીલ ડાન્સ કરવા કહ્યું હતું. જેનો ઈનકાર કરતા સિનિયરોએ તેને કહ્યું કે, ડાન્સ નહીં કરે તો તને ચમચીએ ચમચીએ ડોલ ભરાવીશું. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, સિનિયરો દ્વારા પોતાના અસાઈનમેન્ટ્સ જૂનિયરોને આપવામાં આવતા હતા અને એ જૂનિયરોએ તેમને ફરજિયાત લખી આપવા પડતા હતા.
અનિલ મેથાણિયા એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં ખઇઇજના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે આવ્યો હતો. કોલેજમાંથી તેના ઘરે ફોન કરાયો હતો કે, તમારો છોકરાને ચક્કર આવતાં તે પડી ગયો છે અને તેને એડમિટ કર્યો છે. ત્યારબાદ સગા હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે જણાવ્યું કે, તેનું મોત નીપજ્યું છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો, એટલે રિપોર્ટ બાદ હકીકત બહાર આવશે. જોકે, કોલેજના જ અન્ય વિદ્યાર્થીઓ ચર્ચા થઈ હતી કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે. અનિલને સતત ઊભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો હતો.
15 સિનિયર્સ સામે ફરિયાદ
- Advertisement -
જુનિયર સ્ટુડન્ટ્સને સાડા ત્રણ કલાક ઉભા રાખી ગીતો ગવડાવી ડાન્સ કરવા ફરજ પાડી હતી
પાટણમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીના મોત મામલે 15 સિનિયર સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રેગિંગ કમિટિનો પ્રાથમિક રિપોર્ટ સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તરફ ધારપુર મેડિકલ કોલેજમાં અઇટઙ તરફથી ભારે વિરોધ દર્શાવાયો. મોડીરાતે વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ડો.જયેશ પંચાલે જણાવ્યું હતું કે, શરીરમાં ઇન્ટર્નલ ઇન્જરી થવાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. સ્પષ્ટ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. આ ઘટનામાં 15 સિનિયર સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને આશરે સાડા ત્રણેક સતત ઊભા રાખી ગીતો ગવડાવી અને ડાન્સ કરાવી તથા ગાળો બોલી રૂમની બહાર ન જવા દઇ માહોલની મજા લઈ માનસિક તથા શારીરિક ટોર્ચર કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો.
રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી
આ ઘટનામાં રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી હતી. વોટ્સએપ ગ્રુપ થયેલી ચેટમાં વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાની શંકા દર્શાવાઇ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલ મેસેજ ડીલીટ કરાવવામાં આવ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ રેગિંગનો ભોગ બન્યાની શંકાઓ ઉભી થઇ છે.