વિદેશી દારૂની 302 નંગ બોટલ, ઇકો કાર તથા મોબાઇલ સહિત 2.65 લાખની મત્તા જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન પીઆઇ ડી.ડી.ચાવડા, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજીયા, વિભાભાઈ ઘેળ, વીરપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે સોલડી ટોલ ટેક્ષ નજીકથી એક ઇકો કર વિદેશી દારૂ ભરીને નીકળવાની હોવા અંગેની બાતમીના આધારે પોલીસે વિચ ગોઠવી એક ઇકો કાર જીજે 13 સી ડી 6907 નંબર વાળી નીકળતા તેને અટકાવી તપાસ કરતા ઇકો કારમાં ચોરખાનું બનાવી તેમાં છુપાયેલ વિદેશી દારૂની બોટલ 302 નંગ કિંમત 60,444/- રૂપિયાની મળી આવી હતી જ્યારે કારમાં સવાર બે ઇસમોને ઝડપી લઇ બંનેની પૂછપરછમાં તેઓ મોજીદ મહેબુબભાઇ ભદ્રાસિયા રહે: વઢવાણ તથા અલ્તાફ મુબારકભાઈ હિંગોરજા રહે: ધ્રાંગધ્રા વાળો હોવાનું જણાવતા બંને પાસેથી બે મોબાઇલ કિંમત 5500/- રૂપિયાના અને એક ઇકો કાર કિંમત 2 લાખની સહિત કુલ 2,65,944/- રૂપિયાની જપ્ત કરી બંને વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



