ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
ગીર અભયારણ્યના ડેડકડી રેંજના જાંબુથાળા સેટલમેન્ટના ખેતરમાં રાજકોટનો અફઝલખાન બાબાખાન પઠાણ, સદામખાન ઇકબાલખાના સિપાહી, ઇમ્તીયાઝ હનીફ બ્લોચ, એઝાજ દિલાવરભાઇ મકરાણી, મુળ રસુલપરા ગીર અને હાલ ખાંભાનો દરવાજા તોફીક હારૂન લાયન શોકરવાના ઇરાદાથી ગેરકાયદેસર પ્રવેશ કરી આગ પેટાવી મુરઘીઓ રાંધી મીજબાની માણી હતી. સવારે પાંચેય વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થતા મામલો વન વિભાગ સુધી પહોંભ્યો હતો.
ડેડકડી રેંજના નાકા પાસે તપાસકરતા પાંચેય યુવકો મંજૂરી વગર ગેરકાયદેસર પ્રવેશ કર્યાનું સામે આવ્યુ હતુ. ત્યારે ડડકડી વન વિભાગ દ્વારા પાંચેય આરોપીઓને પકડી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે વન વિભાગના આરએફઓ જે.એન.વાળાએ જણાવ્યુ હતુ કે, ગતમોડી રાત્રે પાંચ ઇસમો સેટલમેન્ટ ખાતેદાર ખેડૂતના ખેતરમાં ઘુસી મુરઘી રાંધી હતી અને ગેરકાયદેસર સિંહ દર્શનનો પ્રયાસ કયો હતો. આ પાંચેયની અટક કરી કોર્ટ હવાલે કરવામાં આવ્યા છે.



