ફેફી પીણાની બદીએ હદ કરી: પાટડી પોસ્ટ ઑફિસ પાસેનો વિડીયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાતા હોય છે સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેમિનાર કરી યુવાનોને વ્યસનના દુષણથી દૂર રહેવા સમજાવવાનો પ્રયત્ન કરાય છે છતાં વ્યસનમુક્ત થવાને બદલે અમુક યુવાનો કેફી પીણા સહિતના વ્યસનના રવાડે ચડતા હોય છે.
- Advertisement -
અનેક પોતાનુ ઉજ્જવળ ભવિષ્ય બરબાદ કરે છે. પોલીસ વિભાગ દ્વારા પણ કેફી પીણા સહીતના દૂષણને ડામવા પ્રયાસ કરવામાં આવતા હોય છે પરંતુ છાને ખુણે અમુક લોકો પોતાના આર્થિક લાભ માટે વ્યસનની બદી ફેલાવતાં હોય તેવા અનેક દાખલા આપણી પાસે આવતા હોય છે.
આવા લોકોના કારણે સગીર પણ વ્યસનના દૂષણના દલદલમાં ફસાય જાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી શહેરનો એક વિડિયો સામે આવ્યો છે. જેમાં બે સગીર સીગારેટમા કોઈ પદાર્થ ભરી સેવન કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે આ વિડીયો પાટડી જીન રોડ પર આવેલ પોસ્ટ ઓફિસ પાસેનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બે સગીર જે પ્રકારે સિગારેટમા પદાર્થ ભરી સેવન કરી રહ્યા છે તેથી ગાંજો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વાયરલ વિડિયો અંદાજે 20 દિવસ પહેલાનો હોવાનો ગણગણાટ થયો છે. કુમણી વયમા વ્યસનના રવાડે ચડેલા સગીર કોણ છે ? અને આવા પદાર્થ ક્યાંથી લાવ્યા ? તે તપાસનો વિષય છે પરંતુ દૂષણ ફેલાઈ રહ્યું છે.
તે સગીરના ભવિષ્યના ખેડાણ પર અવરોધ પેદા કરશે તેમ લખીએ તો ખોટુ નથી આવા પદાર્થનુ વેચાણ કરતા શખ્સો પર પોલીસ અંકુશ લાવે તેમ જાગૃતજનો ઇચ્છી રહ્યા છે.