કોઠારીયા ગામે અજાણ્યા શખ્સો દ્વારા કાર પર ચાર રાઉન્ડ ફાયરિંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદાનો ડર હવે પૂર્ણ થયો હજુ તેવી સ્થિતિ સામે આવી રહી છે. જ્યારે ફાયરિંગ જેવી ઘટનાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં હવે છાસવારે બનતી નજરે પડી છે. પંદર દિવસના અંતરે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ફાયરિંગમાં ચાર ઘટનાઓ પ્રકાશમાં આવતા હવે પોલીસની મોજુદગી સામે અનેક સવાલો ઉભા થયા છે અગાઉ ફાયરિંગમાં ત્રણ બનાવ બાદ હવે વધુ એક બનાવ કોઠારીયા ગામે સામે આવ્યો છે જેમાં કોઠારીયા ગામેથી કાર લઈને જઈ રહેલા આધેડ પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કર્યું હતી. આશરે ચાર રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો નાશી છૂટયા હતા જ્યારે કારના કાચ બંધ હોવાથી અંદર બેઠેલા આધેડને કોઈ ઈજા પામી ન હતી પરંતુ જ્યારે આ બાબતની જાણ પોલીસને થતા જ એલ.સી.બી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી જેમાં આધેડની ફરિયાદના આધારે ફાયરિંગ કરનાર અજાણ્યા શખ્સોને શોધખોળ આદરી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ અંગત અદાવતના લીધે આધેડ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી હોવાની આશંકા પણ સેવાઈ છે. પરંતુ આ પ્રકારે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ફાયરિંગમાં ઘટના બનતા હવે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે.