LCBએ 5 લાખનો મુદ્દામાલ કબજે કરી ઓરિસ્સાના શખસની શોધખોળ હાથ ધરી
પોલીસને જોઇ કાર ભગાવતા અથડાતાં બે શખ્સો અંધારામાં નાસી છૂટ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તત્વો ઉપર ખાસ વોચ રાખી નશાનું દુષણ નષ્ટ નાબુદ કરવાની સુચના અન્વયે ગત મોડી રાત્રે એલસીબીએ કુવાડવા હાઈવે ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન માલીયાસણ પાસે પોલીસને જોઈ પેડ્કરોએ કાર ભગાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને બે શખ્સો અંધારામાં નાસી છૂટ્યા હતા જો કે 39 હજારના ગાંજા સાથે બેલડીને દબોચી લઇ 5 લાખનો મુદામાલ કબજે કરી તપાસ કુવાડવા રોડ પોલીસને સોપી છે.
રાજકોટ એલસીબી ઝોન 1ના પીએસઆઈ બી વી બોરીસાગર અને ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સ્ટાફ્તે મળેલી માહિતી આધારે ગત મોડી રાત્રે ત્રણેક વાગ્યે કુવાડવા હાઈવે ઉપર વોચ ગોઠવી હતી ત્યારે માલીયાસણ ચોકડી પાસે બાતમી મુજબની જી જે 03 એન પી 0065 નંબરની કાર પસાર થતા અટકાવવા ઈશારો કરતા કારચાલકે કાર ભગાડી મૂકી હતી જે બીજ નીચેથી પસાર થઇ બેડી ચોકડી તરફ જતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને બે શખ્સો નાસી છૂટ્યા હતા પોલીસે પીછો કર્યો હતો પણ અંધારામાં અલોપ થઇ ગયા હતા
પોલીસે દેવપરા ઘનશ્ર્યામનગરના રાહિલ અમીનભાઈ મીનાપરા ઉ.21 અને સાગરનગરના અલીઅહેમદ હનીફ્નાઈ નાકાણી ઉ.23ની ધરપકડ કરી કારની જડતી લેતા પાછળની સીટ નીચેથી 3 કિલો 896 ગ્રામ ગાંજો મળી આવતા ગાંજો, કાર, 3 મોબાઈલ, રોકડ સહીત 5,01,130નો મુદામાલ કબજે કરી નાસી છુટેલા બે ભાગીદારો સુમરા સોસાયટીના ફૈઝાન જાહિદભાઈ ડેલા અને અદનાન ઘાડા સહીત ચારેય સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક પુછતાછમાં ધાર્મિક સ્થળે જવાનું કહી કાર ભાડે લઇ સુરત ગયા હતા અને ઓરિસ્સાના રાકેશ નામના શખ્સ પાસેથી ગાંજો લીધો હતો પહેલી જ ખેપ મારી હોવાની કબૂલાત આપી હોય જે પોલીસને ગળે ઉતરતી ન હોય રિમાન્ડ મેળવવા કુવાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે ગાંજો ખરીદવા રાહિલએ 30 હજાર અને અલીઅહેમદએ 20 હજાર કાઢ્યા હતા રાજકોટમાં છૂટક વેચવાના હતા તે પૂર્વે પોલીસે દબોચી લીધા હતા.