એક્સિસ બૅન્ક અને યુનિયન બૅન્ક ઑફ ઈન્ડિયાએ આ સેવા શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
યુપીઆઈનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે નવી સુવિધાની શરૂઆત થઈ ગઈ છે. જે અંતર્ગત હવે યુપીઆઈથી એટીએમમાં રોકડ જમા કરાવી શકાશે.તેના માટે ડેબિટ કાર્ડની જરૂર નહિં રહે. હાલ એકિસસ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરી દીધી છે.ટુંક સમયમાં બધા એટીએમમાં આ સેવા ઉપલબ્ધ થશે.આરબીઆઈએ રાષ્ટ્રીય પેમેન્ટ નિગમની સાથે મળીને યુપીઆઈ-આઈસીડી સેવા શરૂ કરી છે.
તેમાં યુપીઆઈ એપનો ઉપયોગ કરીને કેશ ડિપોઝીટ મશીનમાં રોકડ જમા કરી શકાય છે. એનસીપીઆઈ અનુસાર આ સુવિધા બેન્કો ઉપરાંત અન્ય એટીએમ સંચાલકો પાસે પણ ઉપલબ્ધ રહેશે. હાલમાં ગ્રાહકો પાસે બેન્ક ખાતામાં રોકડ જમા કરવા માટે બે વિકલ્પ છે બેન્કની બ્રાન્ચમાં જવુ અથવા પોતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી એટીએમથી રોકડ જમા કરવી.