માર્ગ અને મકાન વિભાગની સરાહનીય કામગીરી
રાજકોટ – રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૨૩૩.૪૭ કરોડના ખર્ચે સાત ગ્રામ્ય માર્ગોની વાઇડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગની કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લાના માર્ગ – મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે. એન. ઝાલાના જણાવ્યા પ્રમાણે, આટકોટ-જસદણ માર્ગ રૂ. ૧૫.૪૭ કરોડના ખર્ચે, કોટડાસાંગાણી-સરધાર રોડ રૂ. ૨૨.૫૦ કરોડના ખર્ચે, ઉપલેટા-ખાખીજાળિયા-અરણી-ખીરસરા-ચિત્રાવડ-દાદર રોડ રૂ. ૩૫ કરોડના ખર્ચે, ગોંડલ-કોટડાસાંગાણી રોડ રૂ. ૧૮ કરોડના ખર્ચે, સુપેડી-માત્રાવડ-ચાવંડી-જામદાદર રોડ રૂ. ૪૨ કરોડના ખર્ચે, વીંછીયા-ઓરી- હડમતીયા-છાસીયા રોડ રૂ. ૨૭.૫૦ કરોડના ખર્ચે અનેરાજકોટ-જામનગર રાજય ધોરીમાર્ગ પાસે પરાપીપળિયા-ખંઢેરી-નારણકાનો એઇમ્સ એપ્રોચ રોડ રૂ. ૭૦ કરોડના ખર્ચે પહોળા અને મજબૂત કરાઇ રહયા છે. આ તમામ કામો હાલ પ્રગતિ હેઠળ છે.


