By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    13 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    12 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    14 hours ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    2 days ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    2 days ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    13 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમારે સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી છે..અમને ક્યારે તક મળશે ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અમારે સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી છે..અમને ક્યારે તક મળશે ?
Author

અમારે સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી છે..અમને ક્યારે તક મળશે ?

Khaskhabar Editor
Last updated: 2024/09/14 at 4:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
10 Min Read
SHARE

અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા

હે, મારી સંગીત નાટક અકાદમીના કર્તાધરતાઓ,

- Advertisement -

જેમના નામો ગૌરવ પુરસ્કાર માટે છ વર્ષ થી જાહેર થયેલા છે તે લોકો હવે પૂછે છે, અમે નાના હતા ત્યારે અમારા ગૌરવ પુરસ્કાર ની જાહેરાત થયેલી ,અમને હવે ક્યારે આ ગૌરવ પુરસ્કાર આપશો ??? ગુજરાત રાજ્ય ની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી નું ગઠન કરવામાં આવ્યું છે. આમ તો અધિકૃત રીતે આ અકાદમી સ્વાયત છે પણ છતાં તેને સરકારી પ્રક્રિયાઓ માંથી પસાર તો થવું જ પડે છે. મે અગાઉ પણ લખેલું કે ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી સરસ રીતે ચાલતી હોય , ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી સરસ રીતે ચાલતી હોય તો સંગીત નાટક અકાદમી માથે એવું તે કયું ગ્રહણ લાગેલું છે કે તેને સાવ મૃતપાય હાલત માં રહેવું પડે છે ??? આવો વિચાર ગુરુવારે સવારે દૈનિક સમાચારપત્ર માં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ની આંખ ને ગમે તેવી એક જાહેરાત જોઈ ને આવ્યો. સારી વાત છે દર વર્ષ ની માફક સમયસર જાહેરાત તો આપી જ દેવી જોઈએ. પણ પછી અઢળક યોજનાઓ અંતર્ગત આવેલી ઢગલાબંધ દરખાતો ના નિકાલ ની વ્યવસ્થા શું ???? બસ ડખો અહી છે. ગુજરાત ના નાટ્યકલા સાથે જોડાયેલા હજારો કલાકારો / કસબીઓ માટે એક માત્ર અમલી યોજના એટલે ‘સાંસ્કૃતિક વારસા ની જાળવણી યોજના’, આ યોજના અંતર્ગત ગુજરાત ના નાટ્યકર્મીઓ પાસે થી દરખાસ્ત મંગાવવામાં આવે છે , જે અંતર્ગત ઉપરોક્ત હેતુ સર થાય તે મુજબ ના નાટક નું નિર્માણ અને તેનો એક પ્રયોગ રાજ્ય બહાર ( હવે રાજ્ય બહાર કે રાજ્ય અંદર એ ત્રણેક વર્ષથી બહુ ગોટાળે ચડેલું છે ) અને બે પ્રયોગ રાજ્ય માં કરવાના હોય છે.

તેની સામે સંગીત નાટક અકાદમી દ્વારા રૂપિયા બે લાખ ની મર્યાદા માં ( હા, બિલકુલ બરોબર જ લખ્યું છે બે લાયક ની મર્યાદા માં ) આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં નાટક નો નિર્માણ ખર્ચ , ત્રણે પ્રયોગ નો પ્રવાસ , નિવાસ , ભોજન ખર્ચ અને કલાકારો / કસબીઓ ના પુરસ્કાર નો સમાવેશ થાય છે. આ રકમ સખત રીતે હાસ્યાસ્પદ અને કલાકારો ની મજાક થતી હોય તેવી છે. મારી સમજણ મુજબ જ્યારે આ યોજના જાહેર થઈ ત્યારે કદાચ સહાય ની રકમ બરોબર હશે પરંતુ હાલ દરેક ના ભાવ જોતાં આ રકમ બે લાખ થી વધારી ને દસ લાખ કરવાની તાતી જરૂરિયાત છે.જો કે આમ છતાં અનેક લોકો આ માટે ની દરખાસ્ત મોકલે છે. હવે વાત અહી થી શરૂ થાય છે. છેલ્લા બે વર્ષ માં આવી અઢળક દરખાસ્તો આવી છે અને સંગીત નાટક અકાદમી ના એક ટેબલ પર ધૂળ ખાય છે. દર વર્ષે અંદાજિત 100 દરખાસ્ત ગણીએ તો હાલ 200 દરખાસ્તો વેઇટિંગ માં છે અને નવી દરખાસ્તો મંગાવવાની જાહેરાત આવી ગઈ એટલે એ ટેબલ પર આવનાર દિવસો માં બીજી અંદાજિત 100 ફાઇલ નો વધારો થશે !!!!!!!! એ જ રીતે દર વર્ષે ગૌરવ પુરસ્કાર ની જાહેરાત તો થાય જ છે પણ આ ગૌરવ પુરસ્કાર છેલ્લા છ વર્ષ થી અપાયા નથી. !!!!!!! માની લઈએ કે કદાચ અકાદમી પાસે આવા કાર્યક્રમો ના આયોજન નો અનુભવ નથી કે તે માટે જરૂરી સ્ટાફ નથી ( કારણ કે ફંડ તો પૂરતું છે જ ) તો કોઈ બહારી એજન્સી ને આ કામ સોંપી ને કરી જ શકાય તેમ છે. પણ અહી આદરણીય મોદીજી ના કહેવા મુજબ ‘ઈચ્છા શક્તિ’ નો સીધો અભાવ દેખાય છે. એવી આશા રાખીએ કે છેલ્લા ત્રણ વર્ષ ની સાંસ્કૃતિક વારસા ની જાળવણી યોજના હેઠળ નાટકો ની પસંદગી કરી તાત્કાલિક તેની જાહેરાત થાય, અને તે તમામ ને માર્ચ 2025 સુધી આ નાટકો ના પ્રયોગ પૂર્ણ કરવાનો સમય મળે. અને છેલ્લા છ વર્ષ થી આપવાના બાકી ગૌરવ પુરસ્કાર નો ભવ્ય કાર્યક્રમ જલ્દી થાય તથા નવા ગૌરવ પુરસ્કાર ની જાહેરાત પણ એ જ કાર્યક્રમ દરમ્યાન થાય તો જ સાચ અર્થ માં કલાકારો નું ગૌરવ જળવાશે.

નાણાંકીય વર્ષ: 2024-25ની વિવિધ યોજનાના લાભાર્થીઓ પાસેથી અરજીઓ મગાવાઇ

- Advertisement -

રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય સંગીત નાટક માટે ગુજરાતના પાત્રતા ધરાવતા અકાદમી, ગાંધીનગરની સને 2024-25 ની મંજૂર થયેલ નીચે મુજબની યોજનાઓ કલાકારો પાસેથી નિયત નમૂનામાં આથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ અંગેના ફોર્મ રૂબરૂમાં તેમજ અકાદમીની વેબસાઇટ $ https://sangeetnatak.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી તા.30/09/2024 સુધીમાં સાધનિક પુરાવા સાથે ઉપર મુજબના સરનામે પહોંચાડવાના રહેશે. (શ્) (વ) (3) (ષ) (વ) (5) (ળ) (ક્ષ) (લ્) ( 10) સુગમ /શાસ્ત્રીય સંગીત તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત (11) શાસ્ત્રીય નૃત્ય/ લોકનૃત્ય તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત (12) રાવળ જોગી સમાજના ડાક-ડમરુ વાદકોને કાર્યક્રમ માટે પ્રોત્સાહક આર્થિક સહાય (13) પં.ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં ભાગ લેવા બાબત સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે શાસ્ત્રીય નૃત્ય અને નાટ્ય વૃંદોને રાજ્ય/રાજ્ય બહાર કાર્યક્રમ કરવા માટેની આર્થિક સહાયની યોજના પ્રતિભાશાળી દિગ્દર્શકોને નાટ્ય નિર્માણ માટે આર્થિક સહાય બાબત જૂની રંગભૂમિના નાટકોનું પુન:નિર્માણ હેઠળ આર્થિક સહાય બાબત તુરી બારોટ નાટ્ય નિર્માણ માટેની આર્થિક સહાય બાબત એકાંકી નાટ્ય સ્પર્ધા ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા નાટ્ય તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત ગુરુશિષ્ય પરંપરા હેઠળ તાલીમ માટે શિષ્યવૃતિ મેળવવા બાબત સ્વ. જશવંતસિંહજી ઠાકોર/સ્વ. રસિકલાલ અંધારીયા શાસ્ત્રીય સંગીત સ્કોલરશીપ મેળવવા બાબત (14) પં.નંદન મહેતા તાલવાદ્ય સ્પર્ધામાં ભાગ લેવા બાબત (15) વિવિધ કલાની પ્રતિભાશોધ (ટેલન્ટ હન્ટ) (16) કલ કે કલાકાર શાસ્ત્રીય નૃત્ય મહોત્સવમાં ભાગ લેવા બાબત (17) ગૌરવ પુરસ્કાર વર્ષ:2023-24

સંજય ગોરડીયાની નાટ્ય યાત્રા અવિરત: ‘ત્રંબક ત્રણ બાયડી વાળો’ નાટક ની જાહેરાત કરી

ગુજરાતી નાટક ની દુનિયા માં સંજય ગોરડીયા એ પોતાનો બહોળો પ્રેક્ષક વર્ગ ઊભો કર્યો છે, માત્ર મુંબઈ માં જ નહીં ગુજરાત સહિત ભારત ના વિવિધ રાજ્યો ના ગુજરાતીઓ સામે અને વિવિધ દેશો ના ગુજરાતીઓ માટે સંજય ગોરડીયા એ અનેક સફળ નાટકો ના પ્રયોગ કરેલ છે. તાજેતર માં સંજય ભાઈ એ તેના અતિ સફળ નાટક બે અઢી , ખિચડી કઢી ના અનેક સફળ પ્રયોગો અમેરિકા ની ધરી પર કર્યા બાદ ગઇકાલે સંજય ગોરડીયા એ તેના નવા નાટક ત્રંબક ત્રણ બાયડી વાળો નું મુહૂરત કરી દીધું છે. આવનાર દિવસો માં સંજય ભાઈ ફરી એક વાર રંગમંચ પર પોતાની આગવી છટાથી હાસ્ય નું નવું હુલ્લડ લઈ ને હજાર થશે.. ખાસ ખબર તરફથી ખૂબ ખૂબ અભિનંદન…

અર્પણ ઇન્ટરનેશનલના મેહુલ પટેલ દિગ્દર્શિત નાટક ‘દીકરી મારી લાજવાબ’નો શુભારંભ પ્રયોગ અમદાવાદ ખાતે યોજાયો

વર્ષો થી કઈક નવું કરવા માટે જાણીતા અમદાવાદ ની અર્પણ ઇન્ટર નેશનલ સંસ્થા ના નિર્માતા – દિગ્દર્શક મેહુલ પટેલે તેના નવા નાટક ‘ દીકરી મારી લાજવાબ’ નો શુભારંભ પ્રયોગ અમદાવાદ ના એચ. કે. ઓડિટોરિયમ માં ગત તારીખ 5 સપ્ટેમ્બરે યોજ્યો. જાણીતા લેખક દિલીપ રાવલ ની કલમે લખાયેલ આ નાટક માં પિતા પુત્રી વચ્ચે ના નાજુક સંબંધો ની વાત ખૂબ લાગણીસભાર રીતે રજૂ કરવામાં આવી છે. અમદાવાદ ના જ જાણીતા કલાકારો કામિની પટેલ , જીગ્નેશ મોદી , ભૂમિ પટેલ, રિધમ રાજ્યગુરુ , જગપાલ ભરાડ , ક્રીશી મોદી ,તીર્થ ઠક્કર, મેહુલ પટેલ અને કલ્પેશ પટેલ અભિનય કરી રહ્યા છે. આ નાટક ના આગામી પ્રયોગો ગુજરાત ના વિવિધ શહેરો માં લઈ જવા માટે મેહુલ પટેલ આયોજન કરી રહ્યા છે.

સ્વ. ક્ષેમુ દિવેટીઆની યાદમાં આજે ‘સથવારો સૂર શબદનો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન

ગુજરાતી ગીતોના જાણીતા સ્વરકાર

ગુજરાતી કાવ્ય સંગીત ના જાણીતા ગીતકાર – સ્વરકાર અને ‘રુદીયા ના રાજા’ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્વ. ક્ષેમુ દિવેટીઆનું હાલ શતાબ્દી વર્ષ ઉજવાઇ રહ્યું છે. ત્યારે આજે રાત્રે અમદાવાદ ના પ્રખ્યાત પંડિત દિન દયાલ ઓડિટોરિયમ ખાતે રાજ્ય ના કમિશ્નરશ્રી , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના આર્થિક સહયોગ થી અમદાવાદ ની જ બે જાણીતી કલા સંસ્થાઓ સ્વર સેતુ અને સૂરીલી સરગમ દ્વારા ‘સથવારો સૂર શબદ નો’ શીર્ષક હેઠળ સ્વ. ક્ષેમુ દિવેટીઆ ની જ ઉત્તમ રચનાઓ ના એક ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માં જાણીતા કલાકારો સૌમિલ મુન્શી, શ્યામલ મુન્શી, આરતી મુન્શી, આલાપ દેસાઇ, અમર ભટ્ટ, પ્રહાર વોરા, અમન લેખડીયા, ધ્યેય વછરાજાની, નિશા ઉપાધ્યાય, ગાર્ગી વોરા, કલ્યાણી કૌઠાલકર, હિમાલી વ્યાસ નાયક, ડો. સાવની શાહ પોતાની પ્રસ્તુતિ કરશે. આ કાર્યક્રમ માં ક્ષેમુ દિવેટિયા ના જાણીતા ગરબાઓ પર ચંદન ઠાકોર , નિરાલી ઠાકોર , મૌલિક શાહ ઇશિરા પરીખ તથા અમી પટવા એ કેટલાક ગરબા નૃત્યો પણ તૈયાર કરેલ છે. આ સમગ્ર આયોજન માં સલિલ મહેતા, સૌમિલ મુન્શી, શ્યામલ મુન્શી, માલવ દિવેટીઆ, તુષાર શુક્લ, હાર્દિક જોશી જોડાયેલા છે. આ કાર્યક્રમ ની દ્રશ્ય રચના જાણીતા કલા નિર્દેશક શ્ચિકા ખરસાણી અને અભિષેક ખરસાણી એ તૈયાર કરી છે. કાર્યક્રમ ને દિલ થી શુભેચ્છાઓ….

રાજેન્દ્ર બુટાલા તેમના નાટક I LOVE YOU સાથે લંડનમાં ધૂમ મચાવે છે

વર્ષો થી પોતાની આગવી છટા સાથે જાણીતા રંગકર્મી રાજેન્દ્ર બુટાલા હાલ લંડન માં તેના નાટક I LOVE YOU સાથે ધૂમ મચાવી રહ્યા છે. ગત 6 સપ્ટેમ્બર ના રોજ તેમના આ નાટક ના પ્રથમ પ્રયોગનો જબરદસ્ત પ્રતિસાદ જોઈને લંડન સ્થિત આ નાટક ના પ્રમોટર પંકજ સોઢા એ સ્ટેજ પર થી એવું કહેવું પડ્યું હતું કે આ નાટક ને લંડન લાવવાનો મારો નિર્ણય સાચો પુરવાર થયો છે જે આજે પ્રેક્ષકો તરફથી મળેલા જબરદસ્ત પ્રતિસાદ પર થી મને લાગ્યું છે. આમ કહી ને પંકજ સોઢા એ સ્ટેજ પરથી જ રાજેન્દ્ર બુટલ અને તેની સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

TAGGED: cultural heritage
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકન વિઝાના બે પ્રકાર
Next Article અસ્તિત્વવાદ અને વિનાશવાદ: યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?