By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    1 day ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    1 day ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    1 day ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    1 day ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રાચીન ભારતનું સૌથી ખતરનાક મિલિટરી ફોર્મેશન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > પ્રાચીન ભારતનું સૌથી ખતરનાક મિલિટરી ફોર્મેશન!
AuthorParakh Bhattરાષ્ટ્રીય

પ્રાચીન ભારતનું સૌથી ખતરનાક મિલિટરી ફોર્મેશન!

Khaskhabar Editor
Last updated: 2022/01/28 at 12:37 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

કુરૂક્ષેત્રમાં ઈસ્તેમાલ થયેલ ચક્રવ્યુહ પર અવલંબિત છે. ચક્ર એટલે કે ‘ફરતું પૈડું’ અને વ્યુહ એટલે ‘રચના’!

– પરખ ભટ્ટ 

18 લાખ (અઢાર અક્ષૌહિણી)થી પણ વધુ સૈનિકોએ સતત અઢાર દિવસ સુધી કુરુક્ષેત્રનાં 48128 કિલોમીટરનાં યુધ્ધમેદાનમાં મહાભારત ખેલ્યું. આમ જોવા જઈએ તો દ્વાપર યુગનાં અંતમાં થયેલા આ મહાયુધ્ધમાં અનેક અસ્ત્રો-શસ્ત્રો-તકનિકો તથા કાવાદાવાનો ઉપયોગ કરવામાં આવ્યો. હિંદુ વેદ-પુરાણ અને મહાભારતને એક ત્રાજવે તોલવામાં આવે તો સ્વાભાવિક રીતે જ મહાભારતનું પલડું વધુ ભારે થઈ જાય એટલી હદ્દે સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય અહીં થયો છે! કૃષ્ણનાં જન્મથી માંડીને પાંડવોનાં મૃત્યુ સુધીનો સમયગાળો અનેક પૌરાણિક રહસ્યો સંઘરીને બેઠો છે. જેને સમજવા માટેનાં ઘણા પ્રયત્નો હાલ થઈ રહ્યા છે.

Contents
કુરૂક્ષેત્રમાં ઈસ્તેમાલ થયેલ ચક્રવ્યુહ પર અવલંબિત છે. ચક્ર એટલે કે ‘ફરતું પૈડું’ અને વ્યુહ એટલે ‘રચના’!– પરખ ભટ્ટ 

મહાભારતનાં બે પ્રસંગો સૌથી વધુ ધ્યાનાકર્ષક છે. એક તો હસ્તિનાપુરની રાજસભામાં થયેલું દ્રૌપદીનું અપમાન અને બીજું 18 દિવસ ચાલેલું મહાયુધ્ધ! કુરુક્ષેત્રમાં જે પ્રકારે છળકપટ અને ઉચ્ચ પ્રકારની રાજનીતિનો ઉપયોગ થયો છે તે આજે આપણા માટે સમજવી જરા પણ સહેલી નથી! અત્યારે જે વાત કરવી છે તે કુરૂક્ષેત્રમાં ઈસ્તેમાલ થયેલ ચક્રવ્યુહ પર અવલંબિત છે. ચક્ર એટલે કે ‘ફરતું પૈડું’ અને વ્યુહ એટલે ‘રચના’!

- Advertisement -

ચક્રની માફક ગોળાકાર ઘેરો બનાવી દુશ્મનને તેમાં ભૂલો પાડી દેવા માટે પ્રાચીન કાળમાં ચક્રવ્યુહનો ઉપયોગ થતો. કોઈ પણ ચક્રવ્યુહમાં મોટે ભાગે સાત ઘેરા ઉભા કરવામાં કરવામાં આવે છે. આ સાતે-સાત સ્તરનાં સૈનિકો સતત ગોળાકાર કરી પોતાની પોઝિશન બદલતાં રહે છે. જેનાં લીધે એકવાર ઘેરામાં પ્રવેશી ચૂકેલો દુશ્મન સૈનિક ક્યારેય ફરી પાછો બહાર નીકળી શકતો નથી. અર્જુનપુત્ર અભિમન્યુનાં કિસ્સામાં પણ આવું જ કંઈક થયેલું! માંના પેટમાંથી ચક્રવ્યુહ ભેદવાનું જ્ઞાન લઈને જન્મેલો અભિમન્યુ કુરૂક્ષેત્રનાં યુધ્ધમાં કમોતે માર્યો ગયો.

મોટાભાગનાં ચક્રવ્યુહને સાત સ્તરીય બનાવવામાં આવે છે. શરૂઆતનાં સ્તરોમાં અસંખ્ય પાયદળ, ઘોડેસવાર તથા રથસવારોને સૈન્યની સુરક્ષામાં તૈનાત રખાય છે જેથી કોઈ કાચોપોચો દુશ્મન ત્યાંથી જ આગળ વધતો અટકી જાય! માની લો કે દુશ્મન સૈનિક છેક સાતમા સ્તર સુધી પહોંચવામાં સફળ થઈ ગયો, તો પણ પુન: ત્યાંથી પરત ફરી બહાર નીકળવું તેનાં માટે અત્યંત મુશ્કેલ છે. અંદરનાં સાતમા સ્તરનાં સૈનિકો સૌથી વધુ બળવાન હોય છે. ત્યાં સુધી પહોંચીને મૃત્યુને હાથતાળી આપવાની કળા એ જમાનામાં ખૂબ ઓછા લોકો પાસે હતી. (ચક્રવ્યુહમાં મહારથ હાંસિલ કરનાર યોધ્ધાઓની યાદીમાં કૃષ્ણ, અર્જુન, દ્રોણ, ભીષ્મ, પ્રદ્યુમ્ન અને અશ્વત્થામા વગેરેનો સમાવેશ થાય છે.) બહારની બાજુ રહેલા સૈનિકોનું કામ એ રહેતું કે દુશ્મનોને ચક્રમાં અંદર પ્રવેશતાં અટકાવે. અને જો કોઈ બળશાળી આવું કરી ગયો તો તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અન્ય સૈનિકોને ચક્રવ્યુહનું છેદન કરતાં અટકાવાય છે. અંદર ઘુસપેઠ કરી ચૂકેલા યોધ્ધાને અંદરનાં બીજા કે ત્રીજા સ્તરનાં સૈનિકો સાથે યુધ્ધનો આરંભ કરવો પડે છે. દરેક સ્તરનાં મુખ ભાગમાં યુધ્ધકળામાં પારંગત એવા સૈનિકોની નિમણૂક કરવામાં આવે છે જેઓ દુશ્મન યોધ્ધાને ચક્રવ્યુહનાં અંદરના ભાગમાં જતો અટકાવી શકે. સૌથી આગળ રહેલા સૈનિકો દુશ્મન તીરંદાજને તલવાર-યુધ્ધમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરે છે, જેથી તેમને બાણ-વર્ષા માટે સમય ન મળે અને ચક્રવ્યુહને કોઈ મોટું નુકશાન પણ ન થાય!

એક પ્રશ્ન એ ઉભો થાય કે સૈનિકોને એક ચોક્ક્સ દિશામાં ગોળાકાર ઘુમી, વ્યુહ બનાવવાની ખબર કઈ રીતે પડતી હશે? જેનો જવાબ મેળવવા માટે થોડું વધુ ઉંડાણમાં જવું જોઈશે. સામાન્ય રીતે યુધ્ધનાં મેદાનમાં કેટલાક ખાસ ડ્રમ મંગાવવામાં આવતાં. જેનો ધ્વનિ ખૂબ મોટા અંતર સુધી સંભળાઈ શકે. આ ડ્રમમાં અમુક ખાસ પ્રકારની બિટ/રીધમ (તાલ) બેસાડવામાં આવતી, જે સૈનિકો માટે દિશા-સૂચનનું કામ કરતી. અમુક ચોક્ક્સ રીધમ પર તેઓ ચક્રવ્યુહમાં પોતપોતાની ગોઠવણી બદલતાં! ચક્રવ્યુહમાંના સૈનિકોને અગર દિશાહીન કરવા હોય તો ડ્રમ વગાડનાર માણસને મોતને ઘાટ ઉતારી દેવાતો. જોકે, કોઈપણ નીતિવાન યોધ્ધા શસ્ત્રહીન વ્યક્તિ પર હાથ ઉગામવાનું હિચકારૂ કૃત્ય ક્યારેય ન કરતો.

- Advertisement -

કૌરવો-પાંડવો વચ્ચેનાં ધર્મયુધ્ધમાં કુલ ત્રણ વખત ચક્રવ્યુહની રચના કરવામાં આવેલી. (1) વનવાસનાં તેરમા વર્ષ દરમિયાન પાંડવો જ્યારે અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતાં ત્યારે ભીષ્મ પિતામહે અર્જુનને કેદી બનાવવા માટે કૌરવોની સેના સાથે મોટા ચક્રવ્યુહનું નિર્માણ કર્યુ. પરંતુ અર્જુને દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરી ભીષ્મ, કર્ણ, દુર્યોધન, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, શલ્ય તથા જયદ્રથ વગેરેને એકલા હાથે માત આપી.
(2) યુધ્ધનીતિનાં પ્રખર જાણકાર ગુરૂ દ્રોણાચાર્યે યુધ્ધનાં તેરમા દિવસે યુધિષ્ઠિરને ફસાવવા માટે અક્ષૌહિણી સેનાની મદદ વડે વિશાળ ચક્રવ્યુહનું નિર્માણ કર્યુ. કમનસીબે, તે સમય પર અર્જુન બીજી જગ્યાએ યુધ્ધ લડી રહ્યો હતો. પરિણામસ્વરૂપ, અન્ય પાંડવ ભાઈઓ તથા અભિમન્યુ યુધિષ્ઠિરની વહારે આવ્યા. શ્રીકૃષ્ણ અને અર્જુનની સહાય વગર ચારેય પાંડવ ભાઈઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા કે આખરે આ ચક્રવ્યુહનું ભેદન કરવું કઈ રીતે!? સમયસૂચકતા વાપરીને અભિમન્યુએ ચક્રવ્યુહ ભેદી શકવાની પોતાની કળાનો ઉપયોગ કર્યો. ચક્રવ્યુહ ભેદીને અભિમન્યુ જેવો અંદર પહોંચ્યો કે તરત જ જયદ્રથે પહેલા સ્તરનાં સૈનિકો દ્વારા ચાર પાંડવ ભાઈઓને અંદર પ્રવેશતાં રોકી દીધા. કલાકો સુધી તેઓ ચક્રવ્યુહ ભેદવામાં નાકામયાબ રહ્યા. કારણકે જયદ્રથને ભગવાન શિવ દ્વારા એક દિવસ માટે અજેય રહેવાનું વરદાન પ્રાપ્ત થયેલ હતું. આથી તેણે પોતાના એ વરદાનનો ઉપયોગ મહાભારતનાં તેરમા દિવસ માટે કર્યો. અભિમન્યુની નબળાઈ એ હતી કે તેને સાત કોઠાને ભેદીને અંદર કઈ રીતે પહોંચવું એનો ખ્યાલ હતો પરંતુ ત્યાંથી ફરી પાછા સાત કોઠા વીંધીને બહારનો રસ્તો કઈ રીતે શોધવો તેનું કોઈ જ્ઞાન નહોતું. પરિણામસ્વરૂપ, કોઈ વ્યક્તિ અભિમન્યુની જાન ન બચાવી શક્યું. (3) ત્રીજા વખતની ગાથા ખૂબ જ રસપ્રદ છે. અભિમન્યુને વીરગતિ પ્રાપ્ત થયા બાદ અર્જુનનાં ક્રોધની કોઈ સીમ ન રહી. તેણે પ્રણ લીધો કે ચૌદમા દિવસે તે જયદ્રથનો વધ કરશે. અર્જુનનાં ઈરાદાઓ વિશેની જાણ સમગ્ર કૌરવ-છાવણીમાં થઈ ચૂકી હતી. આથી જયદ્રથને બચાવવા માટે બીજા દિવસે ફરી ચક્રવ્યુહની રચના થઈ. સર્પવ્યુહ (સ્નેક ફોર્મેશન) અને સૂચિવ્યુહ (નીડલ ફોર્મેશન : સોયનાં આકાર સમાન)નું મિશ્રણ એવા એક સાવ નવા ચક્રવ્યુહની રચના થઈ. છતાં કૃષ્ણની સૂઝ-બૂઝ અને અર્જુનનાં દ્રઢ નિર્ધાર સામે જયદ્રથ ટકી ન શક્યો અને સૂર્યાસ્ત પહેલા મૃત્યુ પામ્યો.

You Might Also Like

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેશોદ ખાતે શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કારોબારી ની મીટીંગ યોજાઈ
Next Article અમુક ચોક્ક્સ રીધમ પર તેઓ ચક્રવ્યુહમાં પોતપોતાની ગોઠવણી બદલતાં!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?