લાખેણા ઈનામોની વણઝાર: પારિવારીક વાતાવરણમાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે
રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધી માત્ર બહેનો માટે સિઝન પાસમાં ખાસ ઓફર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતું ‘સનાતન નવરાત્રિ મહોત્સવ 2024’નું આયોજન તા. 4થી 11 ઓક્ટો. સુધી શિતલપાર્ક, આર.કે. વર્લ્ડ ટાવર પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલું છે. મીડિયા પાર્ટનર ‘ખાસ-ખબર’ના સહયોગથી નવ દિવસનું ‘સનાતન નવરાત્રિ મહોત્સવ 2024’નું બેનમૂન આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધી માત્ર બહેનો માટે ખાસ ઓફર મૂકવામાં આવી છે.
આ નવ દિવસ નવરાત્રિના પાસ રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધી જ પહેલા 2100 જેટલા બહેનોને માત્ર રૂા. 499માં મળશે. આમ આ ઓફરનો વહેલી તકે લાભ લેવા આયોજક નિરવ રાયચુરા સહિતના સભ્યોએ અનુરોધ કર્યો છે. નવ દિવસ યોજાનારા આ ‘સનાતન નવરાત્રિ મહોત્સવ 2024’ના જે વિજેતા ખેલૈયા હશે તેને લાખેણા ઈનામોથી નવાજવામાં આવશે. સાથે જ ગુજરાતના નામાંકિત સિંગરો, પારિવારીક વાતાવરણ, બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ અહીં મળી રહેશે. આ નવરાત્રિના પાસનું બુકીંગ શરૂ થઈ ચૂક્યું છે.
‘સનાતન નવરાત્રિ મહોત્સવ 2024’ના મીડિયા પાર્ટનર ‘ખાસ-ખબર’ તેમજ ફોટો એન્ડ વિડીયોગ્રાફી પાર્ટનર આઈ. ડિજીટલ સ્ટુડિયો છે. આ નવરાત્રિને સફળ બનાવવા નિરવ રાયચુરા સહિતના અનેક સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. નવરાત્રિના પાસ ટાઈમ સ્કેવર-1, ઓફીસ નં. 908, અયોધ્યા ચોક પાસે તથા અમૃત કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, ઓફીસ નં. 206, પુજારા ટેલિકોમની ઉપર, એસ્ટ્રોન ચોક ખાતેથી મળી શકશે. વધુ માહિતી માટે મો.નં. 7698508080, 9974843818 અને 8866368900 પર સંપર્ક કરી શકાશે.