કલેકટર અને એસપી સહિતના ભાઈઓને રાખડી બાંધી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
વિશ્વ હિન્દુ પરિષદ – જુનાગઢ મહાનગર માતૃશક્તિ અને દુર્ગા વાહિની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ ની ઉજવણી નું વિવિધ સંસ્થામાં આયોજન કરવામાં આવેલ જેમાં ચિલ્ડ્રન હોમ સંસ્થામાં દુર્ગા વાહિની બહેનો દ્વારા ત્યાં રહેતા 30 જેટલા નાના ભાઈઓને રાખડી બાંધી ને તેમનું મોઢું મીઠું કરાવેલ, તેમજ માજી સૈનિક સંગઠન સંસ્થા એ જઈ ને બહેનો દ્વારા રિટાયર્ડ આર્મી ભાઈઓ ને રાખડી બાંધવામાં આવેલ તેમજ કલેકટર સાહેબ, અધિક કલેક્ટર સાહેબ, એસ પી સાહેબ તેમજ ત્યા ઉપસ્થિત દરેક સ્ટાફ નાં ભાઈઓ ને રાખડી બાંધી ને તેમનું મોઢું મીઠું કરાવેલ.
- Advertisement -
આ કાર્યક્રમમાં જુનાગઢ મહાનગરના માતૃશક્તિ સંયોજીકા બિંદુબેન મારુ, માતૃશક્તિ સહ સંયોજીકા રાધિકા બેન ચુડાસમા, દુર્ગાવાહિની સંયોજીકા પદ્માબેન બરછા, ગીરનાર પ્રખંડ માતૃશક્તિ સંયોજીકા જાનકી બેન ભટ્ટ, અનસુયાબા, કિંજલબેન, સંગીતાબેન, માનસીબેન, ધ્રુવીબેન, ક્રિશાબેન, દેવાંશીબેન, રેવાબેન ઉપસ્થિત રહ્યા હતા.