કુલ 1416 કેસ નોંધાયા અને રૂા. 50 લાખથી વધુનો દંડ ફટકારાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
આર.ટી.ઓ. રાજકોટ કચેરી દ્વારા વર્ષ 2024 દરમ્યાન જુલાઈ માસમાં ગુનાહિત વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કુલ કેસ 1416 ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 50,54,060 જેટલો દંડ કરવામાં આવ્યો હતો.
જેમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરનાર ઓવરલોડ વાહન કેસ 174, ઓવર ડાઇમેન્સન કેસ 39, કલેન્ડેસ્ટાઇન ઓપરેશન કેસ 14, ટેક્સ વગર ચાલતા વાહનો કેસ 13, વ્હાઇટ લાઇટ એલઈડી ચેકિંગ, રોંગ-લેન ડ્રાઇવિંગ ચેકિંગ કેસ 53, રેડિયમ રેફલેકટર વગેરે જેવા રોડ સેફ્ટીના ગુનાઓ કેસ 37, ફિટનેસ વગર વાહન ચલાવનાર કેસ 86, હેલ્મેટ, સીટબેલ્ટ, પી.યુ.સી. વીમા વગર વાહન હાંકનાર કેસ 327, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડ કેસ 486, ડ્રાઇવિંગ લાયસન્સર વિના વાહન ચલાવનાર કેસ 110, અન્ય ગુનાઓના 8 કેસ નોંધાયા હતા. આમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર કુલ 1416 કેસ નોંધાયા અને કુલ રૂા. 50,54,060નો દંડ ફટકારવામાં આવ્યો હતો.