By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    9 hours ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    9 hours ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    9 hours ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    9 hours ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    9 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    8 hours ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    9 hours ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    1 day ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    1 day ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    10 hours ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    2 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જ્યાં લગી પુરુષ લગ્ન ન કરે ત્યાં સુધી તેને દુ:ખી કહેશો નહીં!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જ્યાં લગી પુરુષ લગ્ન ન કરે ત્યાં સુધી તેને દુ:ખી કહેશો નહીં!
Author

જ્યાં લગી પુરુષ લગ્ન ન કરે ત્યાં સુધી તેને દુ:ખી કહેશો નહીં!

Khaskhabar Editor
Last updated: 2024/08/12 at 4:14 PM
Khaskhabar Editor 2 years ago
Share
14 Min Read
SHARE

‘શાણો પુરુષ એ છે જે સ્ત્રીનો બર્થ ડે તો યાદ રાખે છે પણ તેની ઉંમર યાદ રાખતો નથી!’

પ્રેમ, લગ્ન, સ્ત્રી-પુરુષ. બક્ષીથી ઓસ્કાર વાઈલ્ડ સુધી, ગુણવંતભાઈથી શરૂ કરીને ચેખોવ સુધીનાં લોકોએ તેનાં પર લખ્યું છે. કોઈ સર્જક જ્યાં સુધી આવા વિષયો પર મમજેદાર એવું કશુંક ન લખે ત્યાં લગી સર્જક તરીકે તેને માન્યતા મળવી પણ મુશ્કેલ છે. જગતનાં દરેક મહાપુરુષોએ એટલે જ આ લોકભોગ્ય વિષય પર કમ સે કમ એકાદ વખત તો હાથ અજમાવ્યો જ છે. આવાં જ અગણિત લખાણોમાંથી આપણને આ વિષય પર પ્રાપ્ત થયા છે. કેટલાક સુવિચારો અને તેનાં કરતાં પણ રસપ્રદ એવા કૂવિચારો. આવા જ કેટલાક ચબરાકિયાં આ વખતે શેયર કરવાનું મન થાય છે:

- Advertisement -

લગ્ન અંગેના ઉપરના ક્વોટેશન્સમાં કોઈ સુવાક્યો કોઈ મહાપુરુષનાં છે, કોઈ કહેવત છે. શક્ય છે કે, સૌપ્રથમ આ વિચાર કોઈ અન્યનાં દિમાગમાં આવ્યો હોય. પરંતુ એ વાત પણ સત્ય છે કે, તેમાંના મોટાભાગનાં સુવાક્યો સનાતન સત્ય જેવા છે. લગ્ન અંગે થોડા વધુ વિચારોને માણીએ:
જ્યોર્જ કાર્ષ્ટિન નામના લેખકે કહ્યું છે, ‘ઈશ્વર પુરુષ જ હશે. એ અવશ્ય પુરુષ હોવો જોઈએ. જગતમાં આટલી અંધાધૂંધી કોઈ સ્ત્રી ફેલાવી જ ન શકે!’ તો રોબર્ટ ફ્રોસ્ટએ લખ્યું છે: ‘શાણો પુરુષ એ છે જે સ્ત્રીનો બર્થ ડે તો યાદ રાખે છે પણ તેની ઉંમર યાદ રાખતો નથી!’ અને વ઼્હિટની ઓટ્રો એક અદ્ભુત નિરીક્ષણ કરે છે: ‘શ્રેષ્ઠ પુરુષ એ છે જે તમને સત્ય કહે છે – કારણ કે, તેને લાગે છે કે તમેએ સાંખી શકશો. ખરાબ પુરુષ એ છે જે તમને અંધારામાં રાખે છે અથવા તો બહુ ક્રુર થઈ પ્રામાણિક બનાવાનો દેખાડો કરે છે. મિત્ર સમાન પુરુષ એ છે જે તમને તમારા સ્વતંત્ર્યનું ભાન કરાવે છે, તમારા વ્યક્તિત્વનો આદર કરતા શીખવે છે. અને સર્વોત્તમ પુરુષ એ છે જે તમારા માટે રસોઈ બનવી તમને જમાડે છે.!’

સ્ત્રી-પુરુષના સંબંધો પર જગતભરના ચિંતકોએ કરેલા નિરીક્ષણ, લખેલા લખાણો અંગે આપણે આ મહેફિલ માંડી છે. રીટા બ્રાઉનએ સરસ વાત કરી છે: ‘સ્ત્રીને અહેસાસ થવો જોઈએ કે, તમે તેને પ્રેમ કરો છે. પુરુષને અહેસાસ થવો જોઈએ કે, સ્ત્રીને તેની જરૂરીયાત છે!’ સી જોયબેલએ તેને કેવો પુરુષ જોઈએ તે વિશે બહુ ટૂંકમાં ઘણું બધુ કહી દીધું છે: ‘મને બીક્કણ પુરુષો ગમતા નથી. જો હું પાયરેટ (ચાંચીયા) હોઉ તો એ પાયરેટ્સનો સરદાર હોવો જોઈએ. જો હું પાયરેટ્સની કેપ્ટન હોઉં તો એ ફ્લાઈંગ ડ્રેગન હોવો જોઈએ!’ ખાટી-મીઠી આ મશ્કરી અને મસ્તીનો કોઈ અંત જ નથી. આ તમામ સુવાક્યો -કુવાક્યો એવા છે જે દરેક પર આપણે એક અલાયદો લેખ લખી શકીએ. પરંતુ અત્યારે માત્ર એ ચબરાકિયાં માણીએ:

‘સ્ત્રીનું દિમાગ ખરે શાતિર હોય છે. સાચે જ એ એકદમ બદમાશ હોય છે. કારણ કે, તેને પુરુષનાં દિમાગ સાથે કામ પાર પાડવાનું છે!’
‘તુ પુરુષ છે અને એ સ્ત્રી. તું તેને સમજી શકશે નહીં. એ સમજવા માટે છે પણ નહીં. ઇનફેક્ટ એ ખૂદ નથી ઈચ્છતી કે તું તેને સમજે. એ માત્ર એટલું ઈચ્છે છ કે, તું તારી જાતને સમજી શકે!’

- Advertisement -

‘લગ્ન કરવા માટે કોઈ પુરુષ પાસે ક્યારેય આર્થિક સલામતી હોતી નથી. હા! એ રાજા-રાજકુમાર હોય તો વાત અલગ છે. જો તમારો પુરુષ લગ્ન નહીં કરવા તેનાં ખાલી બેન્ક એકાઉન્ટનું કારણ આગળ ધરતો હોય તો માનવું કે, તેનું એકાઉન્ટ નહીં, પણ તમારો સંબંધ અસલામત છે.’

જીવનને સમજવામાં પુરુષો વધારે પડતી ઉતાવળ કરે અને સ્ત્રીઓ વધારે પડતી ઢીલ કરે

‘શું તમે પુરુષ વગરની દુનિયાની કલ્પના કરી શકો? તેમાં કોઈ જ ગુનાખોરી નહીં હોય અને સમાજમાં અગણિત જાડીપાડી સ્ત્રીઓ આંટા મારતી હશે.’
‘પુરુષને સ્ત્રીઓ કરતાં પણ વધુ રસ એક અન્ય બાબતમાં હોય છે, તેને સ્ત્રી કરતાં પણ વધુ રોમાંચીત એક અન્ય બાબત કરી શકે છે: એ છે, સ્ત્રીઓ વિશેનાં વિચાર!’
‘ચતૂર સ્ત્રી તેને કહેવાય જે પુરુષને કડવામાં કડવી વાત કહેતી વખતે પણ તેમાં ખાંડનો દાણો મૂકી દે અને મીઠામાં મીઠી વાતો સાંભળતી વખતે પણ તેમાંથી નમકનો ગાંગડો શોધી લે!’
‘તમારા બાળકને કોઈ તકલીફ છે? તેને સસ્તું જમાડો અને સૂવડાવી દો. તમારા પતિને કોઈ તકલીફ છે? તેને વ્યવસ્થિત જમાડે અને તેની સાથે સૂઈ જાઓ!’
‘સ્ત્રીને પુરષનાં સંરક્ષણની જરૂર પડે છે એ વાત એવી જ છે કે, રેમ્બોને બોડીગાર્ડની જરૂર છે!’
પુરુષ જીવનથી કંટાળીને પરણી જાય છે અને સ્ત્રી પરણીને જીવનથી કંટાળી જાય છે.
પુરુષ જ્યારે પ્રેમમાં પડે ત્યારે તેના માટે પ્રેમ જ મહત્ત્વનો હોય છે પરંતુ અંતે તેના માટે સ્ત્રી જ મહત્ત્વની બની રહે છે, સ્ત્રી માટે પ્રેમના પ્રારંભમાં પુરુષ જ મહત્ત્વનો હોય છે પરંતુ છેવટે તેના માટે પ્રેમ જ મહત્ત્વની બાબત બની રહે છે.
જગતની કોઈપણ સ્ત્રીના સંગમાં ખુશખુશાલ રહેવાની ચાવી તમને ખબર છે? કદી એ સ્ત્રીના પ્રેમમાં ન પડો!
સ્ત્રીની બાબતમાં સહુથી નસીબદાર પુરુષ તો એ જ છે જેની સ્ત્રીઓ ક્યારેય નોંધ જ લેતી નથી.
પુરુષને સ્ત્રી પોતાના ઇશારે ક્યારે નચાવી શકે? જ્યારે પુરુષ ખરેખર જ તે સ્ત્રીને ચાહવા લાગે ત્યારે!
એક સંશોધન! ‘કુંવારા કરતા પરિણીત પુરુષો શોધખોળમાં વધુ સફળ નીવડતા હોય છે.’ દેખીતી વાત છે, રોજીંદો અનુભવ તો તેઓ પાસે જ વધારે હોય છે!
સફળ પુરુષની પાછળ રહેવામાં ફાયદો જ ફાયદો છે. જુઓ, દરેક સફળ પાછળ જે એક સ્ત્રી હોય છે તેને અઢળક યશ મળે છે અને જે એક ઇન્કમટેક્સ અધિકારી હોય છે તેને ભરપુર દલ્લો મળે છે.
કોઈપણ પુરુષ સ્ત્રીઓને સતત ઉતારી પાડતો હોય તો સમજવું કે તે કોઈ એક ખાસ સ્ત્રીની કૃપા મેળવવા માંગે છે.
લગ્ન પહેલા જે સ્ત્રી પુરુષને વસંતનો અનુભવ કરાવતી હોય છે તે લગ્ન થતા જ પાનખરનું પ્રતીક બની જાય છે.
જીવનને સમજવામાં પુરુષો વધારે પડતી ઉતાવળ કરે છે અને સ્ત્રીઓ વધારે પડતી ઢીલ કરે છે.
પુરુષો જરા અમસ્તો પ્રેમ કરી શકે છે પરંતુ એક જ જીવનમાં અનેકવાર કરી શકે છે. સ્ત્રી ભરપુર પ્રેમ કરી શકે છે. પરંતુ, ભાગ્યે જ ક્યારેક!
જગતનું નિયમન કરવા માટે પુરુષો કાયદા ઘડે છે. એ જ કામ સ્ત્રીઓ સભ્યતા અને સંસ્કૃતિ ઘડીને કરે છે.
લગ્નના મંડપમાં પગ મુકતા જ પુરુષ દસ વર્ષ મોટો દેખાવા લાગે છે.
જીવનમાં આવતી મુશ્કેલીઓને પુરુષો અયોગ્ય રીતે મળેલી રિક્ષા તરીકે મુલવે જ્યારે સ્ત્રીઓ માટે આ મુશ્કેલીઓ ભાગ્યવશાત મળેલો વારસો હોય છે.
પુરુષના હૃદય સુધી પહોંચવાનો માર્ગ તેના પેટનો છે. સ્ત્રીના હૃદય સુધી પહોંચવાનો માર્ગ પુરુષના ગજવાવાળો છે.
વિદાય લેતી વખતે શું શબ્દો બોલવા તેની પુરુષને ગતાગમ નથી હોતી. સ્ત્રીને આવા શબ્દોની તો જાણ હોય છે પરંતુ તે ક્યારે બોલવા તેની ગતાગમ હોતી નથી.
પુરુષને સ્ત્રી બે પ્રકારે આકર્ષી શકે: સારા વસ્ત્રો પહેરીને અથવા તો ઓછા વસ્ત્રો પહેરીને!
પુરુષ અગર કહે કે તેને લગ્નપ્રથામાં ભરોસો નથી તો સમજવું કે ખરેખર તો તેને ઘરે એકલી બેઠેલી પોતાની પત્ની પર ભરોસો નથી.
અહો! એક પરિણીત પુરુષ પોતાની પત્ની પાસે કેટલી બધી ભૂમિકાઓની અપેક્ષા રાખે છે? તેના શબ્દોમાં પ્રિયતમાનો ભાવ હોવો જોઈએ, કામમાં નોકરાણી જેવી ઝડપ અને ચોક્સાઈ હોવી જોઈએ, તે જ્યારે સંભાળ લે ત્યારે નર્સ જેવી પરીપૂર્ણતા હોવી જોઈએ.
પણ સારો પતિ પુરવાર થનાર પુરુષ ઘણી વખત સમજીને ડફોળ જેવો લાગતો હોય છે, કારણ કે ચતુર અને સમજદાર પુરુષો તો ક્યારેય પરણતા જ નથી.
ડીનર પર પુરુષ નિયમિત રીતે મોડો આવતો હોય તો પત્નીએ સમજવું કે યા તો તેની રસોઈ કળામાં કળાની ખામી છે, અથવા તો પતિની સેક્રેટરીમાં ઘણી બધી ખુબીઓ છે.
મોટા ભાગના પુરુષોની મુશ્કેલી એ હોય છે કે સ્ત્રીઓ અંગેની તેઓની સમજ ઘણી ઊંડાણભરી હોય છે. પરંતુ પોતાની પત્ની બાબતે તેઓને સામાન્ય જાણકારી પણ હોતી નથી.

‘ચતૂર સ્ત્રી તેને કહેવાય જે પુરુષને કડવામાં કડવી વાત કહેતી વખતે પણ તેમાં ખાંડનો દાણો મૂકી દે અને મીઠામાં મીઠી વાતો સાંભળતી વખતે પણ તેમાંથી નમકનો ગાંગડો શોધી લે!’

લગ્ન એક એવો ગ્રંથ છે જેનો પ્રથમ અધ્યાય કાવ્યાત્મક હોય, બાકીનાં અધ્યાય ગદ્યમાં!

મોટા ભાગના પુરુષોને પાંત્રીસી વટાવ્યા પછી એ સમજાય છે કે સ્ત્રીઓ બાબતે તર્કથી વિચારવું જોઈએ, લાગણીથી નહીં.
સમર્પણ એ એક વિશેષ પ્રકારનો સદગુણ છે. પરુષો તે બાબતે ઉપદેશ આપે છે અને સ્ત્રી તેને આચરણમાં મૂકી દે છે.
પતિની પ્યારી બનવા પત્નીએ શું કરવું? આખો દિવસ શોપિંગ મોલમાં ઘુમ્યા કરીને કાંઈ જ ખરીદી કર્યા વગર પરત આવવું.
અખબારનું હેડીંગ: ‘ચૌદ ચૌદ મીનીટ સુધી શ્વાસ થંભાવી શકતો પુરુષ.’ સમજવાની વાત, તે જરૂર કુંવારો જ હોવો જોઈએ, પરણેલા તો સતત હાંફતા હોય છે.
પુરુષો ક્યારેય સ્ત્રીઓને તેમના સમોવડી બનવાની તક ન જ આપે, કારણ કે તેઓ જાણતા હોય છે કે આમ કરવા જતા એ પુરવાર થઈ જશે કે તેઓ ખરેખર તો તેનાથી ચડિયાતી છે.
ઘરમાં અકસ્માત ન થઈ જાય તેવી બીકે મોટા શહેરના કેટલાયે પુરુષો મોડી રાત સુધી ટ્રાફીક જામમાં સ્વૈચ્છાએ સલવાયેલા રહે છે.

હોંશિયાર કર્કશા કરતા શાંત મૂરખને પરણવું બહેતર.
કુતૂહલને કારણે ઉંદર પાંજરામાં પુરાઈ જાય છે. એ જ કારણસર સ્ત્રીઓ-પુરુષો લગ્ન કરી લે છે.
જ્યારે એક આંધળી વ્યક્તિ બીજી આંધળી વ્યક્તિથી દોરવાઈ જાય છે, ભેરવાઈ જાય છે ત્યારે તેનું પરિણામ હોય છે, લગ્ન!
લગ્ન એક એવો ગ્રંથ છે જેનો પ્રથમ અધ્યાય કાવ્યાત્મક હોય છે, બાકીનાં અધ્યાય ગદ્યમાં!
લગ્ન પહેલાનાં દિવસો એ કંટાળાજનક નવલકથાની રસાળ-રમુજી પ્રસ્થાવના જેવા હોય છે.
લગ્નસંસ્થા હજુ નિષ્ફળ નથી, હજુ એ ખતમ નથી થઈ ગઈ તેનો પુરાવો: ફરી વખત લગ્ન કરવા ઉત્સુક વિધુરો અને વિધવાઓ.
રૂપાળો ચહેરો એટલે અર્ધું દહેજ!
લગ્ન પૂર્વે પુરુષએ જે વચનો આપ્યા હોય તેનાં પૂરેપૂરા ચૂકવણાની રસીદ એટલે લગ્ન.
લગ્ન એટલે એવી બે વ્યક્તિનું જોડાણ – જેમાંની એક કદી મેરેજ એનિવર્સરી યાદ રાખતી નથી, બીજી કદી એ ભુલાતી નથી.
પુરુષ પોતાની એકલતા ખતમ કરવા પરણે છે અને પછી પત્નીને ટાળવા એકાંત શોધે છે, ચેઇન્જ માટે સંસ્થાઓમાં જોડાય છે.
તમને એકલતાનો ડર લાગતો હોય તો પરણશો નહીં!
જ્યાં લગી પુરુષ લગ્ન ન કરે ત્યાં સુધી તેને દુ:ખી કહેશો નહીં.
બે જણાં સુખી થાય તે માટે જ મોટા ભાગની યુવતીઓ પરણતી હોય છે: એ પોતે અને તેની મા!
દસમી મેરેજ એનિવર્સરી ઉજવવાનું બહુ કઠિન છે. એ સમયે તમે આપબડાઈ કરવા માટે બહુ વહેલા ગણાઓ અને ફરિયાદ કરવા માટે બહુ મોડા.
લગ્નની પ્રશંસા તમે ત્રીજા દિવસે કરો તો તેનું કોઈ જ મૂલ્ય નથી. ત્રીજા વરસે કરો તો બિલકુલ છે.
લગ્ન જ એકમાત્ર એવી સંસ્થા છે જેમાં નવાંગતૂક પાસે નિષ્ણાંતો જેવી અપેક્ષા રખાતી હોય છે.
તમારા લગ્નનું વધુ પડતું એનાલીસિસ કરશો નહીં. અન્યથા તે, એક નાજુક છોડ વાવીને દર વીસ-વીસ મિનિટે, તેના મૂળ કેટલાં મોટાં થયાં તે ઉખેડી-ઉખેડીને ચકાસવા જેવું થશે.
પુરુષ પ્રથમ વખત પ્રેમ માટે, બીજી વાર સંગાથ પામવા, ત્રીજી વાર સેવા ચાકરી પામવા અને ચોથી વખત આદતવશ લગ્ન કરે છે.
જ્યારે યુવતી પરણએ છે ત્યારે એ અનેક લોકોનું એટેન્શન ગૂમાવી બેસે છે અને બદલામાં પામે છે, એક વ્યક્તિનું ઇગ્નોરન્સ!
આ બેમાંથી કેટલાંક દંપતીને વધુ સુખ કોણ આપતું હશે એ કહેવું મુશ્કેલ છે: લગ્નની ગાંઠ બાંધનાર પુરોહિત કે એ ગાંઠ છોડી આપનાર ન્યાયાધિશ!
કેટલીક યુવતીઓ આર્થિક સદ્ધરતા ખાતર પરણે છે, કેટલીક એ જ કારણસર છુટાછેડા લે છે!
સુખી લગ્ન એ છે કે જેમાં બેઉ પાત્રો, સામા પાત્રની વાતને જ સાચી ઠરાવ્યા કરે. પછી ભલે બેમાંથી એકેય મનમાં તેવું માનતી ન હોય!
કેટલાય કુંવારાઓને એવું થતું હોય છે કે, ‘મારી કાળજી લેનાર પત્ની હોય તો કેવું સારું!’ જો કે, એવું તો ઘણા પતિઓને પણ થતું હોય છે.
આપણે ત્યાં સદીઓથી પ્રૌઢશિક્ષણનો કાર્યક્રમ ચાલતો રહ્યો છે, તેને વ્યવહારની ભાષામાં લગ્ન કહેવાય છે.
સમય બે શ્રેષ્ઠ મિત્રોને પણ વિભૂટા પાડી દે છે. એવી જ રીતે પૈસો અને લગ્ન પણ!
તમારી ખામીઓને ખોળી કાઢવાની સૌથી ખર્ચાળ પદ્ધતિ જીગતમાં કોઈ હોય તો એ છે, લગ્ન!
સ્ત્રી-પુરુષ પરણે છે ત્યારે તેઓ એક થાય છે. પણ ‘કોણ એક’ તે શોધવામાં બાકીની જિંદગી નીકળી જાય છે.
જ્યારે દંપતી સાથે બેસીને અનેક બાબતો પર ખડખડાટ, મુક્ત મને હસી શકે છે ત્યારે તેમનાં લગ્ન સફળ થવાની શક્યતાઓ વધી જાય છે.
લગ્નમાં ભંગાણ પડે ત્યારે પતિ તેનો દોષ બે ભાગે વહેંચી નાંખેછે. અર્ધો દોષ એ પત્નીને આપે છે, બાકીનો અર્ધો પત્નીની માતાને!
લગ્નને સાર્થક કરવા ખુલ્લું મોં અને છુટ્ટો હાથ જરૂરી છે એવું ઘણાં માને છે. વાસ્તવિકતા એ છે કે, ખુલ્લું મન હોય તો પણ પર્યાપ્ત છે.
લગ્ન કાંદા જેવો હોય છે, તેમાંથી આંખમાં આંસુ પણ આવે છે અને તે ભાવે પણ છે!
ઘણા પુરુષો એવું માની લેતા હોય છે કે, તેઓ કોઈ રસોઈયણને પરણ્યા છે. જ્યારે ઘણી સ્ત્રીઓ માને છે કે એ કોઈ શાહૂકારને પરણી છે. બેઉ સ્થિતિ જોખમી છે!

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

TAGGED: married
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢથી ઉમાધામ ગાંઠિલા સુધી વાજતે ગાજતે પદયાત્રા: તિરંગા સાથે હજારો ભાવિકો જોડાયા
Next Article મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે,

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે
રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો
પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
ઋષિ પંચમીએ ત્રંબામાં ત્રિવેણી નદીના કિનારે એક દિવસીય મેળામાં હજારો મહિલાઓની ભીડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?