ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષ દંડક તથા વોર્ડ નં. 2ના લોકલાડીલા કોર્પોરેટર મનીષભાઈ રાડીયાનો આજે જન્મદિવસ છે. મનીષભાઈ રાડીયાનો જન્મ વર્ષ 1964ની 9 ઓગસ્ટે ઈસ્ટ આફ્રિકા મોમ્બાસા ખાતે થયો હતો. તેઓ આજે જીવનના 59 વર્ષ પૂરા કરી 60માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેમણે 1968થી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી છે. 1985થી ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર્તા તરીકે સંગઠનમાં શહેર ભારતીય જનતા પાર્ટીના મંત્રી તથા વોર્ડ નં. 3માં સંગઠન પ્રભારી જેવી અનેક જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવેલ છે. 2015થી કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ તેઓએ પ્રથમ અઢી વર્ષ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે યશસ્વી કામ કરેલ, ત્યાર બાદના અઢી વર્ષ બાંધકામ સમિતિ ચેરમેન તરીકે જવાબદારી સંભાળેલ. હાલ તેઓ શાસકપક્ષ દંડક તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
- Advertisement -
તેમના કાર્યકાળ દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આરોગ્ય ક્ષેત્રમાં ઘણા એવોર્ડ મળેલ, ત્યારબાદ અઢી વર્ષ સુધી બાંધકામ સમિતિના ચેરમેન તરીકેના કાર્યકાળમાં શહેરના ઘણા વિસ્તારમાં અંડરબ્રિજ તેમજ ઓવરબ્રિજ તથા શહેરીજનોને ઉપયોગી નાના-મોટા વિકાસ કામોની હારમાળા સર્જેલ છે. તેઓને વાંચનનો અનેરો શોખ છે. ઉપરાંત તેઓ વૈદ્ય વિશારદ અને આયુર્વેદ રત્નની ઉપાધી ધરાવે છે. તેઓના આ બહુમૂલ્ય જ્ઞાનનો તેઓ સમાજ ઉપયોગી કાર્યોમાં દાયકાઓથી લાભ આપી રહ્યા છે. પ્રજાકાર્યોમાં સતત સક્રિય રહી તેઓએ વોર્ડ વિસ્તારના રહેવાસીઓ સાથે આત્મીય નાતો જાળવ્યો છે. લોકસમસ્યાના ત્વરિત ઉકેલ માટે તેઓ હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. આથી જ પાર્ટીએ તેમને સતત બીજી વખત ટિકિટ આપતા, તેઓએ પાર્ટીના તેમના પરના વિશ્ર્વાસને હકીકતમાં ફેરવ્યો છે. તેઓ સતતપણે લોકોના દુ:ખમાં કે સુખમાં લોકોની સાથે રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો, વિવિધ સંસ્થાઓ, આગેવાનો તેમજ મિત્રો દ્વારા તેમના મોબાઈલ નં. 9824581999 ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.