ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં ભારે વરસાદના સંદર્ભે જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આતકે બેઠકમાં મંત્રીએ ખાસ કરીને ખેડૂતોના પાક નુકસાનીનો અને જમીન ધોવાણનો સર્વે વહેલી તકે પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. ભારે વરસાદના કારણે નુકશાન થયું હોય તેવા ગ્રામ્ય વિસ્તાર સહિતના રસ્તાઓનું પ્રાથમિકતાના ધોરણે માટી-મેટલિંગથી મરામત કરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.
- Advertisement -
કૃષિ મંત્રીએ ભારે વરસાદથી પુલિયાઓને નુકસાન ન થાય તે પ્રકારે ડિઝાઇન તૈયાર કરવા માટે જરુરી કાર્યવાહી કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.કૃષિ મંત્રીશ્રીએ ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરી માટે અને તાત્કાલિક રાહત – બચાવના પૂરતા પ્રયત્નો કરવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા.તેમજ ભારે વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે ક્લોરિનેશન, દવા છંટકાવ, પશુ સારવાર કેમ્પ યોજવા માટેના આયોજનથી મંત્રીને અવગત કર્યા હતા અને ભારે વરસાદથી નુકસાની ઉપરાંત ધારાસભ્યઓ – જન પ્રતિનિધિઓ તરફથી મળેલા પ્રશ્ર્નોના ઉચિત નિરાકરણ માટે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.