મનુષ્યની જેમ વાનર પણ સાઇકલ સવારીનો આનંદ માણે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ ભવનાથ તળેટીમાં કપિરાજ અને માનવ વચ્ચેના અનેરા પ્રેમના દ્રશ્યો જોવા મળે છે.જેમાં કપિરાજ અને સફાઈ કર્મી વચ્ચે અનેરી દોસ્તી થઇ છે.જેમાં સફાઈ કર્મી પોતાની સાઇકલ લઈને નીકળે ત્યારે કપિરાજ પણ પાછળ બેસીને સાઇકલ સવારી કરીને આનંદ માણતા હોવાના દર્શ્યો જોવા મળતા લોકો પણ આ દોસ્તી જોઈને ખુશી વ્યક્ત કરે છે.અને બંને વચ્ચેની આ ગાઢ દોસ્તીને લોકો સલામ કરે છે.
- Advertisement -
સામાન્ય રીતે વન્ય પ્રાણી અને માનવ વચ્ચે ગજગ્રાહ જોવા મળતો હોઈ છે.જેમાં માનવ વન્ય પ્રાણીને જોઈને ડરના લીધે દૂર ભાગતા હોઈ છે.અને એજ રીતે વન્ય પ્રાણીઓ પણ માનવને જોઈને બને ત્યાં સુધી દૂર રહેતા હોઈ છે.પણ ભવનાથ તળેટીમાં સફાઈ કામગીરી કરનાર સફાઈ કામદાર રઘુભાઇ ચુડાસમા સાથે કપિરાજનો અનેરી દોસ્તી જોવા મળે છે.કે, જાણે બંને વચ્ચે કોઈ વર્ષો જૂની દોસ્તી હોઈ તેવી રીતે વર્તન જોવા મળે છે.જયારે સફાઈ કર્મી કપિરાજ પાસે જાય છે.ત્યારે કપિરાજને માથા પર હાથ ફેરવે છે.તેને રમાડે છે.એટલુંજ નહિ કપિરાજ પણ એટલો રઘુભાઇ સાથે હળીમળીને રહે છે જયારે રઘુભાઇ પોતાની સાઇકલ લઈને આવે છે.તો તેની સાથે સાઇકલ સવારી કરીને આનંદ માણતા હોઈ તેવા પ્રેમ ભર્યા દર્શ્યો જોવા મળે છે.આ માનવ અને કપિરાજની અનેરી દોસ્તી જોઈને લોકો પણ પ્રાણી પ્રત્યેના અનેરા પ્રેમને સલામ કરે છે.