ગુજરાતમાંથી ભારતીબેન શિયાળ ઉપરાંત બનાસકાંઠાના સાંસદ પરબત પટેલનું નામ પણ ચર્ચામાં
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ આ અઠવાડિયે જ કરવામાં આવશે. જેમાં 20થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 6થી 8 જુલાઈ વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. ત્યારે મંત્રીમંડળને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના વધુ એક સાંસદને સ્થાન મળી શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. ભાવનગરથી સાંસદ ભારતીબહેન શિયાળને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળી શકે તેમ છે. તો બીજી બાજુ બનાસકાંઠાથી સાંસદ પરબત પટેલને પણ સ્થાન મળી શકે એમ છે. ઓબીસી ક્વોટામાંથી પણ સાંસદને પ્રધાન પદ મળે તેવી શક્યતા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલમાં 53 મંત્રીઓ સામેલ છે અને વિસ્તરણ બાદ 81 સભ્યો થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મંત્રાલયમાં વધુ 20થી 22 મંત્રીઓને સ્થાન મળશે. એમાં આસામના પૂર્વ મુખ્યમંત્રી સોનોવાલ, બિહારના ભાજપના નેતા સુશિલ મોદી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને વરુણ ગાંધીના નામ મોખરે હોવાનું ચર્ચાઈ
રહ્યું છે.
- Advertisement -
મધ્યપ્રદેશના રાકેશ સિંહને પણ મંત્રાલયમાં જગ્યા મળશે એવું કહેવાય છે. મહારાષ્ટ્રમાંથી બે નેતાઓને મંત્રીપદ મળશે. જમ્મુ-કાશ્મીર લદાખમાંથી પણ એક-એક નેતાને મંત્રાલયમાં તક અપાશે.
વડાપ્રધાન તરીકે મોદીએ બીજી વખત મે-2019માં શપથ ગ્રહણ કર્યા પછી પહેલી વખત મંત્રાલયનું વિસ્તરણ થશે. ઉત્તર પ્રદેશ, પંજાબ સહિતના જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાંના નેતાઓને મંત્રાલયમાં સ્થાન અપાય તેવી શક્યતા નકારી શકાતી નથી. તે ઉપરાંત બંગાળના ભાજપના નેતાઓને પણ તક મળી શકે છે.


