હાલમાં જ બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી રવીના ટંડનનો એક વીડિયો ઘણો વાયરલ થયો હતો. રવીના સામે નશાની હાલતમાં એક વૃદ્ધ મહિલા સાથે મારામારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસે એક નિવેદન બહાર પાડીને સચ્ચાઈ જણાવી હતી. હવે આ મુદ્દે કંગના રનૌતનું રિએક્શન સામે આવ્યું છે.
કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરતા લખ્યું કે, ‘રવિના ટંડન જી સાથે જે બન્યું તે એકદમ ચિંતાજનક છે, જો તેઓ વિરુદ્ધ ગ્રુપમાં 5-6 વધુ લોકો હોત તો તેણીને માર મારવામાં આવી હોત, અમે આવા રોડ રેજ ઘટનાઓની નિંદા કરીએ છીએ, તે લોકોને ઠપકો આપવો જોઈએ. તેઓએ આવા હિંસક અને ઝેરી વર્તનથી દૂર રહેવું જોઈએ.’
- Advertisement -
જણાવી દઈએ કે, શનિવારે રાત્રીના સમયે રવીના ટંડન અને તેના ડ્રાઈવરની બાંદ્રામાં કેટલીક મહિલાઓ સાથે ઝઘડો થયો હતો. આ મામલે મુંબઈ પોલીસે મિડ-ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગાડી પાછળ કરવા પર રવીના અને તેના ડ્રાઈવરની મહિલા સાથે બોલાચાલી થઈ ગઈ હતી. વાત ગાળો સુધી પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, રવીના નશામાં ન હતી. પોલીસે જણાવ્યું કે, રવીના પણ કેસ કરવા ગઈ હતી, પરંતુ પછી તેને આવું કરવાથી ના પાડી દીધી હતી.