By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    21 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    21 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    22 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    23 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    22 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    7 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌંદર્ય એતો આંખો વડે પીવાતો શરાબ છે સાકી નશો ઉતર્યા પછી સમજાય એ આભાસ છે બાકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સૌંદર્ય એતો આંખો વડે પીવાતો શરાબ છે સાકી નશો ઉતર્યા પછી સમજાય એ આભાસ છે બાકી
Author

સૌંદર્ય એતો આંખો વડે પીવાતો શરાબ છે સાકી નશો ઉતર્યા પછી સમજાય એ આભાસ છે બાકી

Khaskhabar Editor
Last updated: 2024/06/01 at 5:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

રેખા પટેલ -ડેલાવર 

બજારમાં મળતા અવનવા મેકઅપ અને તેને લગતી પ્રોડક્ટ પાછળ હજારો રૂપિયા બરબાદ કરતો વર્ગ વધી રહ્યો છે

- Advertisement -

વધારે પડતી દેખાવ પ્રત્યેની સભાનતા સ્વભાવને અભિમાની ઉદ્ધત બનાવે છે

બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેતી યુવતીને નાની ઉંમરથી જ અંગ ભરાવદાર સાથે સુડોળ રહે અને ઊંચાઈ વધે તે માટે હોર્મોન્સના ઇન્જેક્શન આપવામાં આવે છે

બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઇ રહેલી સ્ત્રીઓના શારીરિક સૌંદર્યને ઝીણવટથી જોવામાં આવે છે

- Advertisement -

આમ તો બધા જાણે છે કે રૂપ એ કઈ કાયમી મિલકત નથી. રૂપ અને રંગ જન્મથી મળે છે, જેની જાળવણી વ્યક્તિની ઉપર આધારિત હોય છે. રૂપાળું દેખાવાની ઘેલછા દરેકમાં જોવા મળે છે. સુંદર દેખાવું કે ગમવું એ ખોટી વાત નથી. પરંતુ જીવનાં જોખમે કંઈ પણ કરતા પહેલા એ બાબતે વિચાર કરવો જરૂરી બને છે.
સુંદર દેખાવા પાતળું રહેવું સુડોળ બનવું સારું છે, તે માટે સવાર સાંજ એકસરસાઈઝ કરી, ખોરાક ઉપર કંટ્રોલ રાખી હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. પરંતું પાતળાં થવા માટે નબળાઈ આવી જાય એ હદે ભોજનનો ત્યાગ કરવો એ નરી મુર્ખામી ગણાય. કેટલાક લોકો દેખાદેખી શરીરમાં જોઈતા દ્રવ્યોની ઉણપને સમજ્યા વિના ખાવાનું બંધ કરી દેતા હોય છે. આવી પરિસ્થિતિમાં તે વ્યક્તિ ઝડપથી વૃદ્ધાવસ્થા તરફ ધકેલાય છે. સાથે તેની શારીરિક કાર્યની ક્ષમતા પણ ઘટવા લાગે છે. માત્ર પાતળાં દેખાવથી સુંદર નથી દેખાતું. ચહેરાની ચમક અને તાજગી પણ મહત્વની છે.

આજ કાલ યોજાતા જુદાજુદા નામ હેઠળના બ્યુટી કોન્ટેસ્ટ જોઈ ક્યારેક સવાલ થાય છે કે સ્ત્રીઓ ને માત્ર સુંદરતાનું પ્રતિક ગણાવવી કેટલા હદ યોગ્ય ગણાય ? આ ઘેલછા ક્યા સુધી બરાબર લાગે? બીચ પાર્ટીઓમાં જતા પહેલા કે ખાસ કોઈ પાર્ટીમાં જવાના થોડા દિવસ પહેલા યંગ છોકરીઓ ભૂખ હળતાળ ઉપર ઉતરી જાય છે. તેઓ માને કે આમ કરવાથી પાતળી દેખાય છે. હકીકતમાં આવું હોતું નથી.

થોડા સમય પહેલા અમેરિકાના ફિલાડેલ્ફીયામાં રહેતી 21 વર્ષની યંગ બ્યુટીફૂલ યુવતીનું મૃત્યુ થયું. કારણ હતું ઈન્ટરનેટ દ્વારા મંગાવેલી ડાયેટ પિલ્સનો ઓવરડોઝ . આ દવા હાઈ ટોકસીક ઇન્ડસ્ટી યલ કેમિકલ યુઝ કરાઈ બનાવાઈ હતી. ઝડપથી પાતળાં થવા માટે તેણે જરૂરી માત્ર કરતા વધારે પડતી મેડીસીન લીધી હતી. જેમાં ઓવરડોઝને કારણે મેટાબોલીઝમ સેલ વધારે પડતા બર્ન થઈ ગયા. પરિણામે તેનું અંદરથી બોડી ઓવરહીટ થઈ ગયું અને શારીરિક સિસ્ટમ ખોરવાઈ જતા તેજ દિવસે તેનું મોત થયુ , આમ બહારથી સુંદર પાતળાં દેખાવાની ઘેલછામાં તે જિંદગીને કાયમ માટે ખોઈ બેઠી.

ફેટ બર્ન મેડીસીનમાં કેમીકલની માત્ર જરૂર કરતા વધારે હોવાની જે આગળ જતા આડઅસર આપે છે. શરીરના બીજા જરૂરી અવયવોને નુકશાન કારક સાબિત થાય છે. આનાથી આગળ બધીને લાયપોસકસ્ન જેવી ક્રિયાથી શરીરમાની વધારાની ચરબીને એક સીરીન્જની મદદથી બહાર ખેંચી લેવામાં આવે છે. જેના કારણે પાતળું થઈ શકાય છે. રિસ્ક દરેક જગ્યાએ રહેલું છે. એનેસ્થેસિયા આપીને થતી આ પ્રક્રિયામાં ઘણીવાર દર્દીની જાનને ખતરો થઇ જતો હોય છે.

બજારમાં મળતા અવનવા મેકઅપ અને તેને લગતી પ્રોડક્ટ પાછળ હજારો રૂપિયા બરબાદ કરતો વર્ગ વધી રહ્યો છે. એના કરતા પણ આગળ વધીને પહેલા જ્યાં ફેસિયલ અને મસાજ દ્વારા ચહેરાને ચમકાવવામાં આવતો ત્યાં હવે બોટોકસ, ડરમાંફેસિયલ અને ફીલર જેવી મોંધી પ્રક્રિયાઓ આવી ગઈ છે. આ બધામાં પણ કોમ્પીટીશન વધતા હવે સ્ત્રીઓ રૂપ પ્રત્યે વધારે પડતી સભાન બની રહી છે જેની અસર બાળકો ઉપર પણ પડવાની. બ્યુટી કોન્ટેસ્ટ વિશે પણ ઘણું જાણવા જેવું છે. બહારી ચમકદમક ભરી આ ફરિફાઈ વિશેની અંદરની વાતો હલાવી જાય તેવી હોય છે. આ મિસ યુનિવર્સીટી થી લઈને મિસ યુનિવર્સ સુધીના ટાઈટલ જીતવા માટે વિશ્વભરની રૂપાળી યુવતીઓ પોતાના શરીરથી લઈ મન સુધીના બદલાવ માટે સજ્જ હોય છે. કેટલાક દેશો તો આ ખિતાબ જીતવો ગૌરવ ગણી પોતાના દેશની સુંદરીઓને ઘોળા દિવસે તારા બતાવે તેવી ક્રૂરતા ભરી ટ્રેનિંગ આપીને આ કોમ્પિટિશન માટે તૈયાર કરે છે.

આ લાઈનમાં જવા ઇન્ટરેસ્ટ ઘરાવતી બાળકીઓને તેમનું બચપણ ભૂલવું પડે છે. ખુબ અહી નાની ઉંમરથી જ ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યાં શરીરને ચરબી વિનાનું પાતળું રાખવાની પહેલી ફરજ પડે છે આ માટે જરૂર કરતા ઓછો ખોરાક આપવામાં આવે છે, વધારે ખાઈ ગયેલા ખોરાકને ઉલટી કરી કાઢી નંખાય છે. આવી કોન્ટેસ્ટમાં 17 થી 24 વર્ષની યુવતીઓ ભાગ લઇ શકે છે, આથી નાની ઉમરથી જ તેમના અંગ ભરાવદાર સાથે સુડોળ રહે અને ઊંચાઈ વધે તે માટે હોર્મોન્સના ઇન્જેક્શન આપવામાં આવે છે.

બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઇ રહેલી સ્ત્રીઓના શારીરિક સૌંદર્યને ઝીણવટથી જોવામાં આવે છે જોકે અહી તેમની બુધ્ધી શક્તિનો પણ ક્યાસ કાઢવામાં આવે છે, આવી સૌદર્ય સ્પર્ધામાં રંગને કોઈ મહત્વ અપાતું નથી એ એક જમા પાસું ગણી શકાય. બધી પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલ યુવતીને મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ, મિસ અર્થ વગેરે ઉપનામ આપવામાં આવે છે, આ એક વર્ષ દરમિયાન તેઓને જવાબદારીના ભાગ રૂપે લગ્ન કરવાનો હક છીનવાઈ જાય છે. આ ઉપરાંત તેમને ચેરીટી વર્કમાં કામ અલગ અલગ દેશોમાં ફરી લોકોને હેલ્થ, ભણતર, સ્વચ્છતા જુદાજુદા રોગો વિષે જાગૃત કરવા પડે છે,. ટુંકમાં સમાજસેવા તેમના કામનો એક ભાગ બની જાય છે, બદલામાં તેમને ફેન, ફેઈમ અને પૈસા મળે છે.

આ સ્વપ્ન મોટાભાગે તે યુવતીઓમાં તેમના માતા પિતા બચપણથી રોપી દેતા હોય છે. અને બાળપણથી તેમને આ માટે તૈયાર કરાય છે. નાજુક બાળકીનું જીવન માત્ર શોકેસની એક ઢીંગલી જેવું બનીને રહી જાય છે.

અમેરિકામાં ચાલતો એક રીયાલીટી શો. ટોડલર્સ એન્ડ ટીયારાઝ 2009 થી શરુ થયેલ આ રીયાલીટી શો ચિલ્ડ્રન બ્યુટી પેજન્ટ માટે જાણીતો હતો જે અનેક વિવાદોમાં અટવાઈ 2016માં બંધ કરાયો હતો. જેમાં સાવ નાના ભૂલકાઓને ભારે મેકઅપ અને ગ્લેમર થી તૈયાર કરી, બ્લીચીંગ, વેક્સિંગ જેવી ટ્રીટમેન્ટ કરાવી કેટવોક કરાવાતી હતી. જેમાં એક બાળકી ઉપર અત્યાચાર થયાનો કેસ બહાર આવતા છેવટે આ શો બંધ કરાયો હતો. આવા પ્રોગ્રામમાં મોટાભાગે મા બાપ બાળકોને તેમની મરજી વિરુદ્ધ પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા ઘકેલાતા હોય છે.

આજથી પચ્ચીસ વર્ષ પહેલા જ્યાં પેરેન્ટસને બાળકો ઊંચા કપડાં પહેરે તે પસંદ નહોતું ત્યાં હવે ટુંકા કપડાં પહેરી એડલ્ટ પણ શરમાય તેવા સેક્સી પોઝ આપતા ગ્લેમર પસંદ સામેથી શીખવે છે. પેડેડ બ્રા પહેરાવી અને શરીર ચપોચપ કપડાં પહેરાવી રેમ્પ ઉપર ખુશી ખુશી મોકલી આપે છે. વળી તેમના સેક્સી લુક્સને જોઇને ગૌરવ અનુભવે છે. સારા નારાશાનું ભાન થાય તે પહેલા અપાતું શારીરિક જ્ઞાન તેમના માસુમ મગજમાં વિકૃતિઓ પણ લાવી શકે છે.

વધારે પડતી દેખાવ પ્રત્યેની સભાનતા તેમના સ્વભાવને અભીમાની ઉદ્ધત બનાવે છે. અને આધુનિક સમાજમાં નાના બાળકોને પોતાના એમ્બીશીયસ નો ભોગ બનાવી તેમને દિવસ રાત સુંદરતા અને ફેશનમાં ડુબાડી દઈ, તેમને જરૂર કરતા બહુ વહેલા મેચ્યોર બનાવી તેમની માસુમતાને ઓગાળી નાખે છે. ક્યારેક આવી સ્થિતિ તેમની વિચાર શક્તિને ડામાડોળ બનાવી નશા તરફ ધકેલી દેતી જોવા મળે છે.

દરેક સારી વસ્તુની પ્રસંસા અને પ્રદર્શન કરવું ખોટું છે એવું નથી. પરંતુ પ્રદર્શન એનું થવું જોઈએ જેનાથી પોતાની સાથે બીજાને પણ લાભ થાય. અહી તો પ્રદર્શન કરતા પોતાનેજ ગેરલાભ થાય એવી સ્થિતિ સર્જાઈ જતી હોય છે. આપણે જોતા સાંભળતાં આવ્યા છીએ કે આજકાલના યુવાનોને મોર્ડન દેખાવના હોડ હોય છે તે માટે ડ્રીન્કસ અને ડાન્સ સાથે યુવતીઓની મોર્ડન થવાની ઘેલછામાં કિડનેપ, રેપ અને મર્ડર જેવી ઘટનાઓ વધતી જાય છે. સ્ત્રીઓએ પોતાની ખુબસુરતીને ઢાંકી રાખવી જોઈએ એવું નથી. પરંતુ સ્થળ અને સમયની નજાકતા પણ સમજવી જોઈએ.

 

You Might Also Like

ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર

ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

ડેથ વેલી- કેલીફોર્નીયા

ચિપ ક્રાંતિ : ઘરઆંગણે હવે સેમિકન્ડક્ટર

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

TAGGED: beauty, illusion, intoxication
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતની 3 કંપનીઓની નેટવર્થ ઈન્ડોનેશિયાની GDP કરતા વધું
Next Article ખેડૂતોએ વેપારી પાસેથી ફરજીયાત ખરીદવા પડતા લટકણીયા !!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ડેથ વેલી- કેલીફોર્નીયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?