ખભા પર મારચિગ ડ્રમ પહેરી એક કલાક ભક્તોને ગરબે ઘુમાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
જૂનાગઢના જાણીતા ડ્રમર હરિઓમ પંચોલીએ ગિરનાર પર્વત પરના અંબાજી શિખર પર નવરાત્રી 2021 પેલા નોરતે ખભા પર મારચિગ ડ્રમ પહેરી સતત એક કલાક ડ્રમ વગાડીને ભક્તોને ડ્રમના તાલે ગરબા ઘુમાવ્યા હતા તેની નોંધવલ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક એ કરી છે.
તેઓ અમેરિકા કેનેડા અબુદાબી આફ્રિકા જેવા દેશોમાં પણ ગરબાના કાર્યક્રમ આપી ચૂકયા છે, શ્રી હરિઓમ પંચોલીની આ સીદ્ધી બદલ કલા જગતના કલાકારો દ્વારા અભિનંદન પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.