ગોંડલ ધારાસભ્યના પુત્ર અને ગોંડલની પ્રજા ની સેવા માં હંમેશા તત્પર એવા જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) જાડેજા ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડમાં આવતા તમામ વિસ્તારોમાં ઉદભવતા પ્રશ્નો જેવાકે પાણી,ભૂગર્ભ ગટર,લાઈટ,રોડ – રસ્તા,સાફ સફાઈ સહિતના પ્રશ્નો ને સાંભળવા દર સોમવાર અને ગુરુવારે સવારે 11 થી ગોંડલ નગર પાલિકા ઉપસ્થિત રહેશે લોકોના પ્રશ્નોને સાંભળશે તેમજ પ્રજા પશ્ર્નો નો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા જણાવ્યું હતું.


