ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
વિસાવદર તાલુકાના લીમધ્રા ગીર ખાતે નવમો સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો શ્રીનકલંકધામ રામદેવપીર આશ્રમના પટાગણમાં યોજાયેલા આ સમુહ લગ્નોત્સવમાં 64 જેટલા નવ દંપતિઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા.
- Advertisement -
આ સમુહ લગ્નના આયોજક પ.પૂ.શ્રી.રામદાસજી બાપુએ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો અને લગ્નમાં ભાગ લેનાર તમામ નવદંપતિઓને આર્શીવાદ પાઠવ્યા હતા. આ સમુહ લગ્નોત્સવની આગલી રાત્રીના જાણિતા કલાકાર વિજુડી અને રાજુભાઈ દ્વારા કોમેડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઈશ્રી રૂપલમા, આઈશ્રી દેવલમા, શ્રીવિજયબાપુ સતાધાર, ગોવિદબાપુ સતાધાર, ભરતદાદા કચ્છ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે લગ્નવિધિના આચાર્ય તરીકે ડો.મહાદેવપ્રસાદ મહેતા, ધર્મેન્દ્રભાઈ પંડયા અને હરેશભાઈ ભટ્ટ રહ્યા હતા. જ્યારે અંકીતાબેન સોની દ્વારા લગ્નગીત રજુ કરાયા હતા.આયોજનને સફળ બનાવવા શ્રીરામદેવપીર ગૌશાળાના યુવા કાર્યકરો અને લીમધ્રા ગામના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.