રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો) દ્વારા ઉપલેટા તાલુકાના બે ગામોની પીવાના પાણીની રીવાઇઝડ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટ તાલુકાના વડેખણ અને સતાવડી ગામોની કુલ રૂ. ૨૯ લાખ ૭૪ હજાર ૧૦૦ની કિંમતની પીવાના પાણીની સુધારેલી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં આ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, તેમ રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્ય સચિવ અને કાર્યપાલક ઇજનેર એન.જે.રૂપારેલની યાદીમાં જણાવાયું છે.


