12માંની પરીક્ષા અંગે સુનાવણી
કોર્ટે 10 દિવસમાં ઇન્ટરનલ અસેસમેન્ટ સ્કીમ તૈયાર કરવા કહ્યું.
12માંની પરીક્ષા અંગે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે રાજ્ય બોર્ડોને 12માં ધોરણની પરીક્ષા રદ કરવાની માગ વાળી અરજી પર સુનાવણી હાથ ધરી. આ દરમિયાન કોર્ટે તમામ રાજ્ય શિક્ષા બોર્ડને આદેશ આપ્યો છે કે 31 જુલાઈ સુધી 12માં ધોરણનું પરિણામ જાહેર કરી દો. આની સાથે કોર્ટે 10 દિવસમાં ઇન્ટરનલ અસેસમેન્ટ સ્કીમ તૈયાર કરવા માટે પણ ટકોર કરી છે. આની પહેલા કોર્ટે ભારતના દરેક રાજ્યના બોર્ડ માટે અસેસમેન્ટની એક જેવી સ્કીમ બનાવવા સંદર્ભે આદેશ જાહેર કરવાની ના પાડી દીધી હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય અને તેમના બોર્ડ પોતાની નીતિ ઘડવા માટે સ્વતંત્ર છે. જેથી આ ક્ષેત્રે ટકોર કરવાની જરૂર નથી.
ખાસ-ખબર સંવાદદાતા


