કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા પર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સીટની ફાળવણી થયા પછી તેઓ યાત્રામાં સામેલ થશે. હજુ સુધી સીટની ફાળવણી થઇ નથી.
સોમવારના સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદેવ કહ્યું કે, ગઠબંધનને લઇને હજુ વાતચીત ચાલી રહી છે, તેમની પાસે લિસ્ટ આવી ગઇ છે, અમે પણ લિસ્ટ આપી દીધું છે. જેમ સીટની ફાળવણી થઇ જશે, સમાજવાદી પાર્ટી તેમની ન્યાય યાત્રામાં સામેલ થશે. કોંગ્રેસની સાથે કેટલાય પ્રવાસની વાતચીત થઇ ચુકી છે. કેટલાય પ્રસ્તાવો તેમના તરફથી આવ્યા છે. જ્યાં સુધી સીટની ફાળવણી નહીં થઇ જાય, ત્યાં સુધી સમાજવાદી પાર્ટી તેમની ન્યાય યાત્રામાં સામેલ નહીં થાય.
- Advertisement -
#WATCH | Lucknow, UP: On joining Congress' Bharat Jodo Nyay Yatra, Samajwadi Party chief Akhilesh Yadav says "Right now talks are going on, lists have come from them, we have also given them the list. The moment, seat distribution is done, Samajwadi Party will join their Nyaya… pic.twitter.com/BzyTXcc0lM
— ANI (@ANI) February 19, 2024
- Advertisement -
લાભ લઇને બધા ચાલ્યા જાય છે- અખિલેશ યાદવ
બીએસપીની કોંગ્રેસ સાથેની વાતચીત પર અખિલેશ યાદવે જણાવ્યું કે, ક્યું દળ કયા દળ સાથે વાત કરી રહ્યું છે, આ બાબત પર મારે કંઇ કહેવું નથી. સ્વામી પ્રસાદ મૌર્ય અને હાલના દિવસોમાં થઇ રહેલા રાજીનામા પર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું કે, લાભ લઇને દરેક વ્યક્તિ ચાલ્યો જાય છે, પરંતુ સમય આવવા પર કોણ ટકે છે. કોના મનમાં શું છે એ કોણ જાણે છે? શું એવી કોઇ મશીન છે, જેનાથી ખબર પડે કે કોના મનમાં શું ચાલી રહ્યું છે? લાભ લઇને દરેક વ્યક્તિ ચાલ્યો જાય છે.
મારા માટે પદ નહીં વિચાર મહત્વના છે- સ્વામી પ્રસાદ મૌર્ય
સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવના નિવેદન પર સમાજવાદી પાર્ટી નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ પલટવાર કર્યો છએ. તેમણે કહ્યું કે, તેમની સરકાર ના તો કેન્દ્રમાં છએ કે ના તો પ્રદેશમાં છે, કંઇપણ આપવાની તાકાત ધરાવતી નથી. આ હું તેમના સમ્માનની સાથે પરત કરી દેશું. મારા માટે પદ નહીં વિચાર મહત્વના રાખે છે. અખિલેશ યાદવની કહેલી વાત તેમને આભાર.