ગોંડલ નગરપાલિકામાં મહિલા સભ્યોની કામગીરી તેમના પતિઑ દ્વારા કરવામાં આવતા શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ બુટાણી દ્વારા પ્રાંત અધિકારી ને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યુ હતું કે ગોંડલ નગરપાલિકા માં મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજની ચુટણીઑમાં મહિલાઓ માટે ૫૦ ટકા બેઠક અનામત રાખવામા આવે છે પરંતુ હાલ આ બેઠક પર મહિલા ઉમેદવાર જીત્યા બાદ તેમનો તમામ વહીવટ તેમના પતિ દ્વારા કરવામાં આવે છે જે ખરેખર અયોગ્ય કહેવાય, આના લીધે મહિલા માત્ર નામ પૂરતી સભ્ય રહે છે અને તેમનું તમામ કામ તેમના પતિઓ દ્વારા કરવામાં આવે છે. મહિલા સદસ્ય નગરપાલિકા ખાતે હાજર ન રહેતી હોવાથી લોકોને પોતાના કામો માટે મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
- Advertisement -
મહિલા કોલેજના ચેરમેન તરીકે નિમણૂક અપાયેલ મહિલા સભ્યનો વહીવટ તેમના પતિ દ્વારા કરવામાં આવે છે જે અત્યંત શરમજનક કહેવાય માટે તાત્કાલિક અસરથી મહિલા સભ્યોના પતિ દ્વારા થતો વહીવટ બંધ કરી નગરપાલિકામાં મહિલા પોતે જ સદસ્ય તરીકેની પોતાની જવાબદારી નિભાવે તેવી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.


