રાજકોટમાં આહિર ચોક નજીકથી ક્રાઇમ બ્રાંચની ટીમે 8 કિલો ગાંજા સાથે આકાશ રસિકભાઇ સાગઠીયા
ઘનશ્યામનગર શેરી નં.16, દેવપરા પાસે, કોઠારીયા મેઇન રોડ)ને દબોચી લીધો હતો. જયારે તેમની સાથે એકટીવા પર જઇ રહેલો અભિષેક ખારેચા (રહે. પટેલ ચોક પાસે) પોલીસને ચકમો આપી નાશી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે એકટીવા, ગાંજાનો જથ્થો, એક મોબાઇલ ફોન મળી રૂા.1 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી ગુનો નોંઘ્યો છે.

- Advertisement -
મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર, ડીસીપી ઝોન-2, મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.બી.બસીયાએ રાજકોટમાં નશીલા પદાર્થની નેસ્ત-નાબૂદ થાય અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ વધતો અટકાવી દેવા માટે કાર્યવાહાી કરવા સૂચના આપી હોય અને ગુજરાત પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા રાજયભરમાં એનડીપીએસના કેસો કરવા સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી હોય
તે અનુસંધાને ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.રબારીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન શહેરના આહિર ચોક પાસે બોલબાલા માર્ગ નજીક આરતી સોસાયટી સામે રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં એકટીવા ચાલક પસાર થતા તેને અટકાવાયો હતો. આ દરમિયાન તેમની સાથે રહેલો અભિષેક ખારેચા નામનો શખ્સ ભાગી છુટયો હતો. પોલીસે એકટીવા ચાલકનું નામ પુછતા પોતે પોતાનું નામ આકાશ સાગઠીયા હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -

તેની પાસે રહેલી સ્કુલ બેગ અને પ્લાસ્ટીકના કોથળાની ઝડપી લેવાતા રૂા.80,0040ની કિંમતનો 8 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેથી આકાશની ધરપકડ કરી ભકિતનગર પોલીસ મથકે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી પોલીસે ભાગી છુટેલા આરોપી શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ગાંજાનો જથ્થો, એકટીવા અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂા.1,05,540નો મુદામાલ કબ્જે કર્યો છે અને આરોપી ગાંજો કયાંથી લાવ્યા તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


