ઓફર લેટર, પાસપોર્ટની ઝેરોક્સ, વિઝાની નકલ, આધાર કાર્ડ અને કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ મેળવ્યાનું સર્ટીફીકેટ, ફોરેન જોબ માટે જવાનું હોય તો જોબનો ઓફર લેટર, NRI હોય તો ત્યાના આધાર પુરાવા
રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સીન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત ફોરેન જોબ માટે જવા માંગતા હોય તેમજ NRI વ્યક્તિઓ હોય તેમના માટે પણ વેક્સીનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેઓએ કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેમને ફોરેન જવાનો સમય થઇ ગયો હોય તેમણે કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ લઇ શકશે, આવા લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીન લેવા માટે રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર (એડ્રેસ:- ૨૧-રામનાથ પરા, માળિયાનો ઉતારો, મેટ્રો પાનની પાસે) ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સમય સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધીનો રહેશે.
- Advertisement -
વધુમાં જણાવવાનું કે, જેમણે કોવીશીલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને કોવીશીલ્ડ વેક્સીનનો બીજો લેવા આવે ત્યારે ઓફર લેટર, પાસપોર્ટની ઝેરોક્સ, વિઝાની નકલ, આધાર કાર્ડ અને કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ મેળવ્યાનું સર્ટીફીકેટ, ફોરેન જોબ માટે જવાનું હોય તો જોબનો ઓફર લેટર, NRI હોય તો ત્યાના આધાર પુરાવા સાથે લાવવાનું રહેશે.


