અમેરિકાના ડેલાવેયરમાં આવેલા વિલમિંગ્ટનમાં ગઇકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. જો કે, બાઇડન જ્યારે પોતાની પત્ની જિલની સાથે એક કાર્યક્રમથી પરત ફરી રહ્યા હતા. જે દરમ્યાન તેમની કાફલા સામે એક કાર ટકરાઇ હતી. જો કે, આ એક્સિડન્ટમાં રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાને કોઇ ઇજા પહોંચી નથી. સીક્રેટ સર્વિસે ઘટના સ્થળેથી તુરંત જ બંન્ને ને રેસ્કયૂ કારમાં બેસાડિને રવાના કરી દીધા હતા.
#WATCH | US President Joe Biden rushed into his vehicle as a car crashed into a vehicle attached to his motorcade.
- Advertisement -
(Source: Reuters) pic.twitter.com/2ooVcY0BQo
— ANI (@ANI) December 18, 2023
- Advertisement -
જણાવવામાં આવ્યું કે, જે કારને રાષ્ટ્રપતિના કાફલા સાથે ટક્કર મારી, તે એક બેઝ રંગની ફોર્ડ હતી. આ ઘટના પછી આ કોર સર્કલની આગળ વધવાની કોશિશ કરી રહી હતી, પરંતુ ત્યારે રાષ્ટ્રપતિના સુરક્ષા કર્મચારીઓ હથિયાર લઇને આવતા તેમને ઘેરી લીધા હતા. સિક્રેટ સર્વિસએ કાર ચાલકને હાથ ઉપર કરીને ગાડીમાંથી બહાર આવવા જણાવ્યું હતું. જો કે સુરક્ષા સર્વિસે આ બાબતે કોઇ વિગત શેર કરી નથી.
BREAKING: A car has crashed into President Joe Biden’s parked motorcade in Wilmington, Delaware, leaving Biden “shocked.”
According to the Daily Mail, Biden’s Secret Service agents pulled their guns on the driver who rammed into one of the SUVs.
The man who was driving the car… pic.twitter.com/AgDknqHgl2
— Collin Rugg (@CollinRugg) December 18, 2023
જી-20 શિખર સંમ્મેલનમાં પણ તેમની સુરક્ષામાં ચુક થઇ હતી
આ પહેલા સપ્ટેમ્બરમાં જી-20 શિખર સંમ્મેલન માટે ભારત આવેલા રાષ્ટ્રપતિ બાઇડનની સુરક્ષામાં ચુક જોવા મળી હતી. જો કે, બાઇડનના કાફલમાં સામેલ એક કારે બીજા યાત્રી સુધી પહોંચતા જોયા હતા. કારમાં હોટેલ અને પ્રગતિ મેદાનમાં પ્રવેશ કરવા માટે પાસ હતા, જેને જોતા સુરક્ષા કર્મચારીઓએ કારને રોક હતી. આ ઘટના પછી એજન્સીઓએ ડ્રાઇવરની ધરપકડ કરી હતી.