-બોટાદમાં માત્ર 870, દેવભુમિ દ્વારકામાં 889 તથા ગીર સોમનાથમાં 898
સ્ત્રી-પુરૂષ વચ્ચેનાં ભેદભાવ રોકવા માટે અનેક કાનુનો હોવા છતાં ગુજરાતમાં બાળકીઓના જન્મદરમાં ઘટાડો જ છે.બાળકીઓનાં જન્મદર તથા સેકસ રેશીયોમાં ગુજરાત નીચલા ક્રમેથી 3જા નંબરે હોવાનું જાહેર થયુ છે. કેન્દ્ર સરકારનાં રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 1000 બાળકોનાં જન્મની સાથે બાળકી-છોકરીઓની સંખ્યા 909 જ છે.
- Advertisement -
1000 બાળકોએ બાળકીઓનો સૌથી ઓછો 880 જન્મદર મણીપુરમાં છે.બીજા ક્રમે 898 દીવ-દમણ દાદરાનગર હવેલીનો છે. ત્રીજો ક્રમ ગુજરાતનો છે. ગુજરાતનાં પાડોશી રાજયો રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં સ્થિતિ ઘણી સારી છે. રાજસ્થાનમાં 1000 બાળકો સામે બાળકીઓનો જન્મદર 952 તથા મધ્યપ્રદેશમાં 921 છે. 2019 માં ગુજરાતમાં 910 ના, સૌથી ઓછો સેકસ રેશીયો હતો.ત્યારબાદ આસામ 903, મધ્યપ્રદેશ 905 તથા જમ્મુ-કાશ્મીર 909 નો ક્રમ આવતો હતો. 2008 માં 897 બાળકીઓના જન્મદર સાથે ગુજરાત પાંચમા સ્થાને હતુ.
ગુજરાતના ગ્રામ્ય ભાગોમાં બાળકીઓનો જન્મદર 929 જયારે શહેરી ક્ષેત્રોમાં 901 છે. સૌથી ઓછો 870 ના જન્મદર બોટાદમાં 870, દેવભુમિ દ્વારકામાં 889, ગીર સોમનાથમાં 898 છે. જયારે શહેરી વિસ્તારોમાં સૌથી ઓછો છે.858 મહેસાણામાં 270 તથા 865 સુરતમાં છે.રીપોર્ટમાં એવો નિર્દેશ કરાયો છે કે સૌથી ઓછો જન્મદર મહેસાણા તથા સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં છે. મહત્વની વાત એ છે કે આદિવાસી વિસ્તારોમાં પણ બાળકીઓનાં જન્મદરમાં મોટો ઘટાડો છે. 2011 માં તાપીમાં બાળકો સામે 953 બાળકીઓનો જન્મ 2020 માં માત્ર 889 રહ્યો છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે વાલીઓ એક જ બાળકની નીતિ અપનાવવા લાગ્યા છે.ઉપરાંત ફર્ટીલીટી (ફળદ્રુપતા)પણ ઘટી રહી છે.
નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના 2019-20 ના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ મહિલા દીઠ બાળકોની સંખ્યાની 1.9 ની છે. ગુજરાતમાં 2001 માં 1000 બાળકો સામે બાળકીઓનો જન્મદર 886 છે. 2011 માં 890 હતો. સરકારે સ્ત્રી જન્મદર વધારવા, ભ્રુણહત્યા રોકવા ગર્ભપરિક્ષણ પર રોક સહીતનાં પગલા લીધા છે.નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે જાતિને ભેદભાવ દુર કરવા માટે હજુ શ્રેણીબદ્ધ અને વિવિધ મોરચે પગલા લેવાની જરૂર છે. ગર્ભ પરિક્ષણ મામલે મહારાષ્ટ્રમાં અનેક તબીબોને સજા થઈ છે. ગુજરાતમાં આવા કિસ્સા ભાગ્યે જ છે.
- Advertisement -