‘ખાસ-ખબર’નાં અહેવાલની અસર: પોરબંદર ખાણ-ખનીજ વિભાગ આજે ખનીજચોરો પર ત્રાટક્યો
સવાલ એ છે કે, પોલીસકર્મીઓ દ્વારા નિયમિત થતી ખનીજચોરી કોણ બંધ કરાવશે?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ખાસ ખબરમાં 9-1-25 ના પોરબંદર જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખાણો અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જે અહેવાલને ધ્યાને લઈ ખાણ ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલ તેમજ પોરબંદર કલેકટરની સૂચના મુજબ ખાણ ખનીજ વિભાગે પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ અંગે તપાસ આદરતા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં તા. 9 જાન્યુઆરી, 2025 ના રોજ ખાણ ખનીજ વિભાગે પોરબંદરના રાતડી અને વિસાવાડા ગામે તપાસ દરમિયાન 5 ટ્રકમાંથી બિલ્ડિંગ લાઈમસ્ટોનના 51.51 ટન ખનિજ સાથે કુલ અંદાજિત 44 લાખના મુદ્દામાલને કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે તદુપરાંત તા. 10 જાન્યુઆરી, 2024 ના રોજ માધવપુર ગામમાં 4 ટ્રકમાંથી બિલ્ડિંગ લાઈમસ્ટોનના 33 ટન ખનિજ સાથે કુલ અંદાજિત 37 લાખના મુદ્દામાલનો કબ્જો લેવામાં આવ્યો છે. આ તમામ મામલાઓમાં જીએમપીઆઇટીએસ 2017ના નિયમો હેઠળ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.