By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    11 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    12 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    11 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    11 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    11 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    11 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    7 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    12 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    2 days ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદરમાં 18 ઈંચ વરસાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદરમાં 18 ઈંચ વરસાદ
પોરબંદર

પોરબંદરમાં 18 ઈંચ વરસાદ

Khaskhabar Editor
Last updated: 2024/07/19 at 5:28 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

પોરબંદરમાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ

પશુઓ તણાયાં, ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યાં, રેલવે ટ્રેક ધોવાતાં 8 ટ્રેન રદ: 26 વર્ષ બાદ શહેરમાં જળપ્રલય

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.19

ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ગઈકાલે બપોરે 12થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવાં દૃશ્ર્યો સામે આવ્યાં છે. પશુઓ તણાયાં છે તો વાહનો ડૂબ્યાં છે, ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યાં છે. થોડા વિરામ બાદ ફરી એકવાર પોરબંદરમાં વરસાદ શરૂ થયો છે. પોરબંદર શહેર અને જિલ્લામાં જળતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે, ચારોતરફ પાણી જોવા મળી રહ્યું છે. 26 વર્ષ બાદ શહેરમાં જળપ્રલય જોવા મળ્યો છે, બરડા પથકમાં પણ 10થી 12 ઇંચ વરસાદ પડતાં વાળી ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. પોરબંદર શહેરમાં વરસાદે તારાજી સર્જી અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. પોરબંદરના જાણીતા એમ.જી. રોડ, છાયાચોકી રોડ, સુદામાચોક સહિતના વિસ્તારોમાં ઘૂટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

બરડા પંથકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડતાં વાડી ખેતરો પાણીમાં ગરક થઈ ગયા હતા અને વર્તુ નદી બે કાંઠે વહી હતી. શહેર અને ગામડામાંથી કુલ 11 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રાણાવાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકમાં પણ ઓઝત અને મધુવન્તિ નદીમાં પૂર આવ્યું છે. પોરબંદર પર આભ ફાટ્યું હોય તેમ ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે ગુરુવારે સાંજના ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આખી રાત ગાજવીજ સાથે વરસાદ પડતાં પોરબંદર પાણીમાં ડૂબી ગયું હતું. મુખ્ય માર્ગો અને અનેક વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી ઘૂસી ગયાં હતાં. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં ભારે વરસાદને પગલે 11 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આજે સમગ્ર જિલ્લામાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી હતી, જેને પગલે આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

પોરબંદર શહેરમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં…

પોરબંદર શહેરના એમ.જી. રોડ, છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાયાં હતાં. માત્ર રાત્રિના જ પોરબંદર શહેરમાં છ ઈંચ, રાણાવાવમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક સોસાયટીમાં તો ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા. જીવનજરૂરી વસ્તુ માટે ઘર બહાર નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા પરત ફરવું પડ્યું હતું. રવિ પાર્કના સ્થાનિકોએ પાલિકા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માગ કરી છે. પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે લોકોની હાલત કફોડી બની હતી. નરસંગ ટેકરી નજીકના અંડરબ્રિજમાંથી પાણીનો નિકાલ નહીં થતા લોકોની હાલત કફોડી બની હતી અને પાણીમાં વાહનો પણ ડૂબ્યા હતા.

 

You Might Also Like

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

TAGGED: PORBANDAR, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોકો સુપરમેનથી દેવતા, પછી ભગવાન બનવા માંગે છે: ભાગવત
Next Article UPમાં પૂર, કાશીમાં 30 ઘાટ ડૂબ્યા, ગંગા આરતીના સ્થાને પાણી ભરાયાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
પોરબંદર

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
પોરબંદર

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?