બજારોમાં ગલગોટાની માંગ પણ વછે. આજના યુગમાં દરેક નાના-મોટા તહેવારોમાં ગલગોટાની ખૂબ જ માંગ રહે છે, જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે.
ગલગોટાનું ફૂલ દેશમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ ફૂલોનો વ્યાપકપણે સુશોભન માટે ઉપયોગ થાય છે. આ ફૂલની ખેતી આખા વર્ષ દરમિયાન કરી શકાય છે. ગલગોટાની ખેતીમાં ઓછા સમયમાં વધુ નફો મેળવી શકાય છે.
- Advertisement -
લાખ્ખોની કમાણી
બજારોમાં ગલગોટાની માંગ પણ વધે છે. આજના યુગમાં દરેક નાના-મોટા તહેવારોમાં ગલગોટાની ખૂબ જ માંગ રહે છે, જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમારી પાસે એક હેક્ટર જમીન છે તો, તમે તેની ખેતી કરીને દર વર્ષે લાખોની કમાણી કરી શકો છો.
- Advertisement -
ગલગોટાની પ્રજાતિ
વાવણી પછી 125 થી 136 દિવસ પછી ફૂલો દેખાવા લાગે છે. ગલગોટાની પ્રજાતિઓ વિશે વાત કરીએ તો તમે પુસા બસંતી ગલગોટા, પુસા અર્પિતા, પુસા દીપ અને પુસા બહાર જેવી જાતો ઉગાડી શકો છો.
આબોહવા
ગુજરાતની ત્રણે ઋતુની આબોહવામાં બંને પ્રકારના ગલગોટાને ઉછેરી શકાય છે છતાં શિયાળાનું માકશરનું ઠંડુ હવામાન અને સુર્યપ્રકાશવાળા ટૂંકા દિવસો ફુલોના ઉત્પાદન માટે વધારે અનુકૂળ આવે છે. શિયાળામાં ટૂંકા દિવસો અને નીચુ તાપમાનને લીધે છોડનો વાનસ્પતિક વિકાસ ઓછો અને ઉત્તમ ગુણવત્તાવાળા ફૂલોનું ઉત્પાદન વધારે મળે છે. જયારે ઉનાળા અને ચોમાસામાં ઊચું તાપમાન અને લાંબા દિવસોને લીધે પુષ્પ ભેદીકરણની ક્રિયામાં વિક્ષેપ પડવાથી છોડનો વાનસ્પતિક વિકાસ વધારે થાય છે. પરિણામે છોડ ઢળી પડવાની સમસ્યા વધારે મળે છે અને ઉતરતી કક્ષાના ફૂલોની સાથે ઉત્પાદન પણ ઓછું મળે છે.
જમીન
ગલગોટાના ફૂલ ખૂબજ રેતાળ કે અતિ ભારે કાળી જમીન સિવાયની દરેક પ્રકારની જમીનમાં સારી રીતે ઉછેરી શકાય છે. પરંતુ આફ્રિકન ગલગોટાને ભારે કાળી જમીન જયારે ફ્રેન્ચ ગલગોટાને હલકી રેતાળ જમીનમાં પણ ઉછેરી શકાય છે.