-હુમલા બાદ આતંકીઓને જંગલમાં છુપાવવામાં પણ આ ગાઇડે મદદ કરી હતી
એક સ્થાનિક ગાઇડે આતંકવાદીઓને યાત્રાળુઓને લઈ જતી બસ પર હુમલો કરવામાં મદદ કરી હતી, હુમલા બાદ આતંકીઓને જંગલમાં છુપાવવામાં પણ આ ગાઇડે મદદ કરી હતી
- Advertisement -
કાશ્મીરમાં યાત્રાળુઓની બસ પર થયેલા આંતકી હુમલાને લઇને એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.. તપાસમાં સામે આવ્યું છે કે એક સ્થાનિક ગાઇડે આતંકવાદીઓને યાત્રાળુઓને લઈ જતી બસ પર હુમલો કરવામાં મદદ કરી હતી. આ કાયરતાપૂર્ણ કૃત્ય બાદ ગાઇડે આતંકવાદીઓને જંગલમાં છુપાવવામાં પણ મદદ કરી હતી.
સ્થાનિક ગાઇડે આતંકીઓને આ રીતે મદદ કરી
સૂત્રોએ જણાવ્યું હતું કે રિયાસીમાં થયેલા આતંકવાદી હુમલામાં ચાર વિદેશી આતંકવાદીઓ અને એક ગાઇડ સામેલ હતા. ચારમાંથી બે આતંકવાદીઓએ રસ્તા પર બસ પર હુમલો કર્યો અને ગોળીબાર શરૂ કર્યો. આ દરમિયાન જંગલમાં છુપાયેલા બાકીના બે આતંકવાદીઓએ હુમલાખોરોને કવર ફાયર આપ્યું હતું. હુમલા પછી ગાઇડે આતંકવાદીઓને જંગલમાં છુપાવવામાં પણ મદદ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે
- Advertisement -
આતંકવાદીઓએ બસ પર 20 મિનિટ સુધી ગોળીબાર કર્યો
53 સીટર બસ ખીણમાં પડ્યા પછી પણ આતંકવાદીઓએ લગભગ 20 મિનિટ સુધી તેના પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા હતા અને 33 અન્ય ઘાયલ થયા હતા.
શું હતી ઘટના ?
રવિવાર (9 જૂન) ના રોજ રિયાસી જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવેલી બસમાં ઉત્તર પ્રદેશ અને દિલ્હીના યાત્રાળુઓ હતા. બસ કટરા ખાતે માતા વૈષ્ણોદેવી મંદિર તરફ જઈ રહી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ પૌની વિસ્તારમાં તેરિયાથ ગામ નજીક ઘાત લગાવીને હુમલો કર્યો હતો. પરિણામે બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
શું કહ્યું પ્રત્યક્ષદર્શીઓએ ?
હુમલામાં બચી ગયેલા લોકોમાંથી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બસ પર સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો. અકસ્માત બાદ ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. અન્ય એક સાક્ષીએ જણાવ્યું હતું કે તેણે લાલ મફલર પહેરેલા માસ્ક પહેરેલા હુમલાખોરને બસ પર ગોળીબાર કરતા જોયો હતો. એક અન્ય ઈજાગ્રસ્ત તીર્થયાત્રીએ કહ્યું, “અમે સાંજે 4 વાગ્યે રવાના થવાના હતા, પરંતુ બસ સાંજે 5.30 વાગ્યે રવાના થઈ અને અચાનક બસ પર ગોળીબાર શરૂ થયો.