ઘર ગૃહસ્થીના મામલામાં દેશમાં ગુજરાત હોય કે યુપી, આસામ, આંધ્રપ્રદેશ મહિલાઓ જ ટોપ!
ખાસ કરીને ઘરનો સામાન ખરીદવા પરિવાર – સંબંધીઓ સાથે સંબંધ જાળવવામાં મહિલાઓ મોખરે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દિલ્હી હોય કે ઉતર પ્રદેશ કે ગુજરાત હોય, ઘર-ગૃહસ્થિના મામલામાં મહિલાઓ બોસની ભૂમિકામાં છે. ખાસ કરીને ઘરનો સામાન ખરીદવા કે સબંધીઓને ત્યાં જવાની વાત હોય તો, આ મામલામાં મહિલાઓની જ વાત ઘરના બાકી સભ્યો માને છે.
ગુજરાતમાં 94.37 ટકા ઉતર પ્રદેશમાં 90.5 ટકા તો દિલ્હીમાં 91.6 ટકા મહિલાઓ આ પ્રકારના ફેસલા ખુદ જ કરે છે. આંકડા મંત્રાલયના એક રિપોર્ટમાં આ જાણકારી બહાર આવી છે.
ઘરેલુ મામલામાં મહિલાઓની ભાગીદારીમાં બે પુરા દેશની તસ્વીર જોઈએ તો તે સરેરાશ 88.70 ટકા છે.એટલે કે યુપી અને દિલ્હીની મહિલા બહેતર સ્થિતિમાં છે. જોકે સૌથી બહેતર સ્થિતિમાં ઉતરાખંડની મહિલાઓની છે. ઉતરાખંડમાં આ આંકડો 91.75 ટકા છે.રિપોર્ટ મુજબ જયાં સુધી સંપતિની માલિકીની વાત છે તો દિલ્હીમાં 21.9 ટકા, મહિલાઓ એકલી કે સંયુકત રૂપે ઘરની માલિક છે. યુપીની 51 ટકા મહિલાઓ એકલા કે સંયુકત રીતે ઘરની માલિક છે. રિપોર્ટ અનુસાર ગ્રામીણ મહિલાઓનાં મુકાબલો શહેરની મહિલાઓને ઘર ચલાવવામાં વધારે આઝાદી છે. આ મામલે ટોચ પર ત્રણ રાજયો, નાગાલેન્ડ, મિઝોરમ અને પુડુચેરી આવે છે.
- Advertisement -
ઘરેલું નિર્ણય લેવામાં મહિલા ભાગીદારી
આંધ્રપ્રદેશ 83.42
આસામ 93.5
બિહાર 84.04
છતીસગઢ 96.54
ગોવા 89.26
ગુજરાત 94.37
હરિયાણા 90.05
હિમાચલ પ્રદેશ 93.78
ઝારખંડ 94.56
કર્ણાટક 86.20
કેરળ 93.58
દિલ્હી 91.96
મધ્યપ્રદેશ 91.72
મહારાષ્ટ્ર 90.70
ઓરિસ્સા 89.85
પંજાબ 93.27
રાજસ્થાન 90.60
તામિલનાડુ 91.76
તેલંગાણા 88.87
પશ્ચિમ બંગાળ 96.07
મહિલાઓના ત્રણ મહત્વના નિર્ણયો
ઘરના મામલામાં મહિલાઓની નિર્ણાયક સ્થિતિ જાણવા માટે જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો તેમાં ત્રણ બાબતોને આધાર બનાવવામાં આવ્યો.
પ્રથમ-ઘરની જરૂરિયાતોમાં નાનો-મોટો સામાન ખરીદવામા તેની ભુમિકા,બીજુ ખુદના સ્વાસ્થ્યની સારસંભાળ અને સબંધીઓને ત્યાં જવાનું જોડાયેલુ છે.