સરકારી મુદ્દામાલ હેરફેર કૌભાંડમાં પડઘો: કલેક્ટરના નવા આદેશથી તંત્રમાં હલચલ
નવીબંદર પોલીસ મથકમાંથી સરકારી મુદ્દામાલની 40 ચકરડી મશીન ગાયબ: જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાના નવીબંદર પોલીસ મથકમાંથી સીઝ કરાયેલા સરકારી મુદ્દામાલમાંથી અંદાજે 40 જેટલા ચકરડી મશીનો ગાયબ થયા હોવાના મામલે વહીવટી તંત્રમાં મચેલી ખળભળાટ વચ્ચે જીલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી (ઈંઅજ) દ્વારા ફરીથી વધુ સઘન અને વિગતવાર તપાસના આદેશ આપતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. 18 માર્ચે ખાસ ખબર પોરબંદર દ્વારા સૌ પ્રથમવાર પોરબંદર જિલ્લામાં સરકારી મુદ્દામાલના હેરફેરની ભિતી અને ચકરડી મશીનોના ગાયબ થવાના સમાચાર પ્રકાશિત થયા હતા. આ અહેવાલને ગંભીરતાથી લેતા કલેક્ટર ધાનાણીએ હાઈ લેવલ તપાસ કમિટી રચી, સમગ્ર મામલે સ્થળ તપાસ અને ફોરમલ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો.
તપાસ કમીટીએ નવીબંદર પોલીસ મથકે સ્થળ તપાસ હાથ ધરી, તમામ મુદ્દામાલનું સર્વેક્ષણ કર્યું અને ત્યારબાદ કલેક્ટરને સોંપવામાં આવેલા રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું કે સરકારી મુદ્દામાલની 40 ચકરડી મશીનો ગાયબ છે.આ મશીનો ઘણીવાર ગેરકાયદે પથ્થર કટીંગ જેવા ખનિજ ચોરીના કાર્યોમાં વપરાતી હોવાનો રેકોર્ડ છે. રિપોર્ટ અનુસાર ગાયબ થયેલા સરકારી મુદ્દામાલની અંદાજીત કિંમત 1 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
- Advertisement -
જવાબદાર પોલીસ અધિકારીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક, રાજ્ય ગૃહ વિભાગને રિપોર્ટ મોકલાવાની તૈયારી
સાચા, નિર્ભિક પત્રકારત્વથી ‘ખાસ-ખબર’ વાચકોમાં લોકપ્રિય અને વિશ્ર્વસનીય માધ્યમ તરીકે ઉભર્યું
‘ખાસ-ખબર’ પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાચકોની પ્રથમ પસંદ
ખાસ-ખબરના ખુલાસા બાદ ફરીથી તાત્કાલિક તપાસના આદેશ, 40 ચકરડી મશીનના ગાયબ થવાની રિપોર્ટમાં પુષ્ટિ
કલેક્ટરનો કડક અભિગમ જવાબદાર પોલીસ કર્મચારીઓને મોકો, પરંતુ કાર્યવાહી નક્કી
કલેક્ટર એસ.ડી.ધાનાણી દ્વારા નવા તપાસના આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ જવાબદાર પોલીસ અધિકારીઓ અને સ્ટાફને 15 દિવસની અંદર પોતાનો લેખિત પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી છે. જેમજ તે સમયમર્યાદા પુરી થાય, રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગ અને ખાણ ખનીજ વિભાગને મોકલાશે, જે પછી વિભાગીય તપાસ શરૂ થવાની પૂર્ણ શક્યતા છે
તંત્રની કામગીરી સામે ઉઠેલા સવાલો ખાસ કરીને પોરબંદર જેવા મહત્વના દરિયાઈ વિસ્તારમાં તંત્ર દ્વારા સીઝ કરાયેલો માલ સાવધાની પૂર્વક સુરક્ષિત હોવો જોઈએ, ત્યારે તેની ગાયબી
શું અંદરખાને ભ્રષ્ટ વ્યવહારનું પ્રતિબિંબ નથી?
ખાસ-ખબર પોરબંદર: Again Ahead of the Curve
આ સમગ્ર કૌભાંડમાં ખાસ ખબરનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ફરીવાર અભ્યાસપાત્ર અને વિશ્વસનીય બન્યું છે. જ્યારે હજુ કોઈ અધિકારી કશું બોલવા તૈયાર ન હતા, ત્યારે ખાસ ખબરના પત્રકારોએ પુરાવા, દસ્તાવેજ અને સ્થળ મલોખતના આધારે વિવિધ માહિતી બહાર પાડી હતી. પોરબંદરના લોકોની અને ખાસ કરીને ખાસ ખબરના લાખો વાંચકોની નજર હવે કલેક્ટર અને સરકારના પગલાં પર છે. કેવી રીતે સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સને સાકાર કરે છે કે કેમ, તે આવનારા દિવસોમાં સાબિત થશે.
આગામી પગલાં શું બની શકે?
જિલ્લા કલેક્ટર તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે
જવાબદાર કર્મચારીઓ સામે સુનાવણી બાદ તાકીદની શિસ્ત કામગીરી શક્ય
CID અથવા SIT તપાસની ભલામણ પણ થઈ શકે છે
ખનિજ ચોરી અને સરકારી મુદ્દામાલ હેરફેર સામે વિસ્તૃત કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ શકે