By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    9 hours ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    1 day ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    2 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    2 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    9 hours ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    9 hours ago
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    9 hours ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    1 day ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    6 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું છે ‘વન નેશન, વન ઈલેક્શન’ ફોર્મ્યુલા?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શું છે ‘વન નેશન, વન ઈલેક્શન’ ફોર્મ્યુલા?
રાષ્ટ્રીય

શું છે ‘વન નેશન, વન ઈલેક્શન’ ફોર્મ્યુલા?

Khaskhabar Editor
Last updated: 2023/09/04 at 5:06 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

જાણો તેના લાભ અને ગેરલાભ વિશે

કેન્દ્ર સરકારે 18થી 22 સપ્ટેમ્બર, 2023 સુધીના પાંચ દિવસો દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં પાંચ બેઠકો કરવામાં આવશે. વિશેષ સત્રની જાહેરાતના બીજા દિવસે ‘વન નેશન, વન ઈલેક્શન’ની સંભાવનાઓ તપાસવા માટે કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કર્યું. જ્યારથી સરકાર દ્વારા વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરાઈ છે ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે આ સેશન દરમિયાન ‘વન નેશન, વન ઈલેક્શન’ માટેનું બિલ રજૂ કરવામાં આવશે. જોકે, સરકાર તરફથી આ મામલે ફોડ પાડવામાં આવ્યો નથી. આવી અટકળો વચ્ચે ઘણા લોકો જાણવા માંગતા હશે કે આ ‘વન નેશન, વન ઈલેક્શન’ શું છે? અને તેના લાભ-ગેરલાભો શું છે? શું છે ‘વન નેશન, વન ઈલેક્શન’? આ બધા પ્રશ્ર્નોના સરળ જવાબ મેળવીએ. હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી અને દેશની લોકસભાની ચૂંટણી અલગ-અલગ સમયગાળા દરમિયાન યોજાય છે. જેમાં મતદારો અલગ-અલગ સમયગાળા દરમિયાન મત આપે છે. જ્યારે ‘વન નેશન, વન ઈલેક્શન’નો અર્થ એ કે આ બંને ચૂંટણી એકસાથે યોજવામાં આવે છે. બંનેનો સમયગાળો પણ એક જ રહે છે.

- Advertisement -

એટલે કે લોકસભા અને વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરે છે. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતમાં વર્ષ 1952, 1957, 1962 અને વર્ષ 1967 દરમિયાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી હતી, પરંતુ વર્ષ 1968 અને વર્ષ 1969માં ઘણી વિધાનસભાઓ નિયત સમય કરતાં પહેલાં ભંગ થઈ ગઈ હતી. ત્યારબાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે ‘વન નેશન, વન ઈલેક્શન’ની પરંપરા તૂટી ગઈ હતી અને ભારતના તમામ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાવા લાગી.

‘વન નેશન, વન ઈલેક્શન’ની ભૂતકાળમાં થયેલી ચર્ચાઓ
ડિસેમ્બર, 2015માં કાયદાપંચ દ્વારા આ વિષય પર એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે જો દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થાય તો કરોડો રૂપિયાની બચત થઈ શકે છે. આ ઉપરાંત વારંવાર આચારસંહિતાની અમલવારી ન થવાથી વિકાસકાર્યો પણ ગતિભેર આગળ વધી શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને 2015માં દેશમાં એકસાથે ચૂંટણી કરવાની ભલામણ કરવામાં આવી હતી. જૂન, 2017માં પ્રથમ વખત આ મુદ્દે વડાપ્રધાન મોદીએ ચર્ચા કરવા માટે તમામ પક્ષો સાથે ઔપચારિક બેઠક બોલાવી હતી. ત્યારે કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ટ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે દેશભરમાં દર મહિને ચૂંટણી થાય છે અને એમાં ખર્ચ પણ વધુ થાય છે. આચારસંહિતા લાગુ થવાથી અનેક વહીવટી કાર્યો અટકી પડે છે. જોકે, આ મામલે અનેક પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારબાદ 2020માં ઙખ મોદીએ એક સંમેલનમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ને ભારતની જરૂરિયાત ગણાવી હતી. હવે 1 સપ્ટેમ્બર, 2023ના રોજ સરકારે આ મુદ્દે એક સમિતિ બનાવી છે, જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. આ સમિતિ તમામ હિતધારકોના અભિપ્રાય લીધા બાદ આ મુદ્દે રિપોર્ટ તૈયાર કરશે.

18થી વધુ દેશોમાં લાગુ છે  ‘વન નેશન, વન ઈલેક્શન’ની ફોર્મ્યુલા

- Advertisement -

એટલે કે લોકસભા અને વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરે છે. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતમાં વર્ષ 1952, 1957, 1962 અને વર્ષ 1967 દરમિયાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી હતી, પરંતુ વર્ષ 1968 અને વર્ષ 1969માં ઘણી વિધાનસભાઓ નિયત સમય કરતાં પહેલાં ભંગ થઈ ગઈ હતી. ત્યારબાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે ‘વન નેશન, વન ઈલેક્શન’ની પરંપરા તૂટી ગઈ હતી અને ભારતના તમામ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાવા લાગી.

દુનિયામાં ઘણા દેશો પહેલાથી જ ‘વન નેશન, વન ઈલેક્શન’ના ફોર્મુલાને પર ચાલી રહ્યા છે. આ દેશોમાં જર્મની, હંગરી, દક્ષિણ આફ્રિકા, યુકે, ઈન્ડોનેશિયા, સ્પેન, સ્લોવેનિયા, અલ્બાનિયા, પોલેન્ડ, ફિલિપિન્સ, બ્રાઝિલ, બોલીવિયા, કોસ્ટા, કોલંબિયા, ગ્વાટેમાલા, રિકા, ગુઆના હોન્ડુરાસ અને બેલ્જિયમ જેવો દેશો સામેલ છે. આ દેશોમાં એક જ વાર ચૂંટણી કરવાની પરંપરા છે. પાછલા દિવસોમાં સ્વીડને પણ એક સાથે ચૂંટણી યોજી હતી જે બાદ સ્વીડન પણ ‘વન નેશન, વન ઈલેક્શન’ની ફોમ્ર્યુલાવાળા દેશોમાં સામેલ થઈ ગયું છે.

‘વન નેશન, વન ઈલેક્શન’ બિલના  ફાયદા…

લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાથી જનતાના નાણાંની બચત થશે. નાણાકીય બચતની સાથે-સાથે સમયની બચત પણ થશે તેમજ ચૂંટણીની આચારસંહિતાની વારંવાર અમલવારી ન થવાના કારણે વિકાસના કામોને પણ વેગ મળી શકશે. આ ઉપરાંત, વહીવટીતંત્ર અને સુરક્ષા દળો પરનો બોજ ઓછો થશે. એકસાથે ચૂંટણી યોજાવથી દેશના વહીવટીતંત્રને ચૂંટણી પ્રચારને બદલે વિકાસ સંબંધિત પ્રવૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી શકશે. નિષ્ણાંતોનું માનવું છે કે ‘વન નેશન, વન ઇલેક્શન’થી કાળા નાણાં પર પણ અંકુશ લગાવી શકાશે. બીજી તરફ સરકારી સંસાધનોનો ઉપયોગ પણ મર્યાદિત રહેશે.

‘વન નેશન, વન ઈલેક્શન’ બિલથી નુકસાન…

‘વન નેશન, વન ઈલેક્શન’ના કારણે કેટલીક વિધાનસભાઓનો કાર્યકાળ વધશે અથવા તો ઘટશે, જે રાજ્યોની સ્વાયત્તાને અસર કરી શકે છે. ઘણા લોકો એવું માને છે કે જો ‘વન નેશન, વન ઇલેક્શન’ હોય તો રાષ્ટ્રીય મુદ્દાઓ સામે પ્રાદેશિક મુદાઓ પ્રભાવિત થઈ શકે છે. એક સાથે ચૂંટણી યોજવાથી પ્રાદેશિક પક્ષોને નુકશાન થઈ શકે છે. આવું કરવાથી મતદારો એક દિશામાં મતદાન કરે તેવી સંભાવના વધી જશે, જેનો ફાયદો કેન્દ્ર સરકારમાં પ્રભુત્વ ધરાવતા પક્ષને થઈ શકે છે. વધુમાં, ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબ થઈ શકે છે. ત્યાં સુધી રાજકીય અસ્થિરતા સંભવી શકે છે. એકસાથે ચૂંટણી યોજવા માટે 25 લાખ ઊટખ મશીન અને 25 લાખ ટટઙઝ મશીનો જોઈ શકે છે. જેનો ખર્ચો પણ મોટો થઈ શકે છે.

પાંચ બંધારણીય સુધારા કરવા જરૂરી
કલમ-83 (2) : આ કલમમાં કહેવાયું છે કે લોકસભાની મુદત પાંચ વર્ષથી વધુ સમય માટે લંબાવી શકાય નહીં. જોકે, તેને વહેલી વિખેરી શકાય છે.
કલમ-85(2): આ કલમમાં હાલના ગૃહ કે સંસદને વિખેરીને સામાન્ય ચૂંટણીઓ યોજી નવી સંસદ કે ગૃહની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
કલમ-172(1): આ કલમમાં રાજ્યની વિધાનસભાનો જો જલ્દી ભંગ કરવામાં ન આવે તો પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
કલમ-174(2): આ કલમમાં રાજ્યપાલ પાસે કેબિનેટની સલાહથી અને સહાયથી વિધાનસભાને ભંગ કરવાનો અધિકાર છે. જો કોઈ સીએમની ભલામણ સામે શંકા હોય તો રાજ્યપાલ પોતાની રીતે નિર્ણય લઈ શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
કલમ-356: આ કલમ કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોગવાઈને સંબંધિત છે. રાજ્યપાલની ભલામણ પર કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે.

દેશમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ લાગુ કરવાની પ્રક્રિયા
કાયદાપંચે એપ્રિલ 2018માં આ સંદર્ભમાં એક જાહેર નોટિસ બહાર પાડી હતી જેમાં સુધારાની વિગતો આપવામાં આવી હતી. આ કાયદાપંચના જણાવ્યા અનુસાર, ‘વન નેશન, વન ઇલેક્શન’નો પ્રસ્તાવ બંધારણની કલમ 328ને પણ અસર કરશે, જેના માટે મહત્તમ રાજ્યોની મંજૂરી લેવી પડી શકે છે. બંધારણના અનુચ્છેદ 368(2) મુજબ આવા સુધારા માટે ઓછામાં ઓછા 50% રાજ્યોની મંજૂરી જરૂરી છે, પરંતુ તે ‘વન નેશન, વન ઇલેક્શન’ દ્વારા દરેક રાજ્યની વિધાનસભાની સત્તા અને અધિકારક્ષેત્રને અસર કરી શકે છે. તેથી, આ મામલે તમામ રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી લેવાની જરૂર પડી શકે છે. કયા પછી જનપ્રતિનિધિત્વ અધિનિયમ સહિત અન્ય ઘણા કાયદાઓમાં સુધારા કરવા પણ જરૂરી છે. 30 ઓગસ્ટ, 2018ના રોજ, જસ્ટિસ બીએસ ચૌહાણના નેતૃત્વ હેઠળના કાયદા પંચના જણાવ્યા અનુસાર, બંધારણના વર્તમાન માળખા હેઠળ દેશમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ યોજી શકાય નહીં. આ માટે બંધારણના જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં ફેરફારની જરૂર પડશે. આ સિવાય લોકસભા અને વિધાનસભાની કામગીરી માટે બનાવેલા નિયમોમાં પણ સુધારો કરવાની જરૂર પડી શકે છે.

સૌજન્ય – ઓપઇન્ડિયા, ગુજરાતી

You Might Also Like

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન

હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ

પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

TAGGED: OneNationOneElection
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાંકાનેર રેલ્વે સ્ટેશને ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના નવા સ્ટોપનો શુભારંભ કરાયો
Next Article Asia Cup 2023: એશિયા કપની સુપર-4માં પહોંચી ટીમ ઈન્ડિયા, નેપાળ સામે 10 વિકેટે ભવ્ય જીત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?