યોગી સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લિન્ક રોકવા માટે નવો કાયદો લાવશે, પેપરલીક અને સોલ્વર ગેંગ જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહીની જોગવાઈ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
યુપી સરકારે લોકસભા ચૂંટણીના પરિણામો પર મંથન શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના કેબિનેટ સભ્યો સાથે બેઠક યોજી હતી. તેમાં મુખ્યમંત્રીએ ફરી એકવાર મંત્રીઓને સંદેશાવ્યવહાર, સંકલન અને સંવેદનશીલતાનો મંત્ર આપીને જનતા સુધી પહોંચવા સૂચના આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી 10 જુનથી તેમના ચાર્જ હેઠળના જિલ્લાઓની મુલાકાત લેશે.સીએમએ કહ્યું કે મંત્રીઓએ ફિલ્ડમાં જવું જોઈએ, સંવેદનશીલતા સાથે જનતા સાથે વાતચીત કરવી જોઈએ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ અને સરકારી વહીવટીતંત્ર સાથે સંકલન કરીને સમસ્યાઓનું નિરાકરણ કરવું જોઈએ.
જયારે પણ સમસ્યા હોય તો મુખ્યમંત્રી કાર્યાલયને જાણ કરો.
તમને દરેક સમયે સંપૂર્ણ સહયોગ મળશે.
- Advertisement -
મંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન, મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેકને તે મંત્રીઓ હોય કે અન્ય જનપ્રતિનિધિઓ તેઓએ વીઆઈપી કલ્ચરમાંથી બહાર આવું જ પડશે. આપણી કોઈપણ પ્રવૃતિ વીઆઈપી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી હોવી જોઈએ નહીં.આ માટે દરેક સતર્ક અને સાવચેત રહેવું પડશે. યોગી સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીંક રોકવા માટે નવો કાયદો લાવશે.પેપરલીક અને સોલ્વર ગેંગ જેવી પ્રવૃતિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહીની જોગવાઈ રહેશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે યોજાયેલી બેઠકમાં અધિકારીઓને વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સુચનાઓ આપી હતી.