મનપાના ખાદ્ય પદાર્થ ચેકિંગમાં 2 વેપારીને દંડ ફટકારતા મેજિસ્ટ્રેટ
ઓમનગર પ્રજાપતિ મેઇન રોડ વિસ્તારમાં ચેકિંગનો ધમધમાટ, 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા તા.03-02-2020 ના રોજ ‘વોલ્ગા ઘી ડેપો’ સ્થળ: ઉદયનગર – 2, શેરી નં. 1, મવડી મે. રોડ, રાજકોટ મુકામેથી ‘ગાયનું શુધ્ધ ઘી (લુઝ)’ નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત બી.આર. રીડીંગ વધુ, રીચર્ટે વેલ્યુ ઓછી, તલના તેલની હાજરી, ફોરેન ફેટ હાજરી તથા નોન પરમીટેડ કલરની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો “અનસેફ ફૂડ” તથા “સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવ્યા. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો. કેસ ચાલી જતાં નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 ની કલમ-59 તથા કલમ-63 હેઠળ તકસીરવાન ઠરાવી નિલેશભાઇ ગોપાલદાસ કાનાબાર (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને 1 માસની કેદ તથા રૂ.1,00,000/-ના દંડની સજા કરવામાં આવી છે અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની કેદની સજાનો હૂકમ કર્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા તા.08-10-2020 ના રોજ “લક્ષ્મી કરીયાણા ભંડાર” સ્થળ: જંકશન પ્લોટ મે.રોડ, નાગરીક બેંક પાસે, રાજકોટ મુકામેથી “આખા મરી (લુઝ આખા)” નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત મિનરલ ઓઇલની હાજરી મળી હોવાથી નમૂનો “અનસેફ ફૂડ” જાહેર કરવામાં આવ્યો હતો. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો. કેસ ચાલી જતાં મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 ની કલમ-59 હેઠળ તકસીરવાન ઠરાવી વિજયભાઇ દયારામ ગોપલાણી (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને ‘ઝઈંકક છઈંજઈંગૠ ઘઋ ઝઇંઊ ઈઘઞછઝ‘ તથા રૂ.50,000ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસ 15 દિવસની કેદની સજાનો હૂકમ કર્યો છે.
20 વેપારીઓને ત્યાં ચેકિંગ
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના ઓમનગર પ્રજાપતિ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના અને 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી છે. જેમાં ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં શ્રી ઓમ ફાર્મસી, મધુવન ડેરી ફાર્મ, રવિ ખમણ, રામેશ્વર ડેરી ફાર્મ, ગાંધી સોડા શોપ, જાનકી ડેરી ફાર્મ, ગુરુ કૃપા એજન્સી, મુરલીધર ફરસાણનો સમાવેશ થાય છે. જયારે લાઇસન્સ મેળવવા બાબતે ખોડિયાર ફરસાણ, ઉમિયા પાન કોલ્ડ્રિંક્સ, અનમોલ ચાઇનીઝ પંજાબી, જય ગોપનાથ ફરસાણ, જલિયાણ પાઉંભાજી, જય જલારામ ખમણ, સપના સોડા, જોકર ગાંઠિયા, ક્રિષ્ના મારવાડી પાણીપુરી, શિવ રસ, મારુતિ ઘૂઘરા, ઓમ ઢોકળાનો સમાવેશ થાય છે.